
Gopal Khemka: ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા કેસ બિહાર પોલીસે ઉકેલી નાખ્યો છે. બિહાર પોલીસે જણાવ્યું હતું કે ગોપાલ ખેમકાની હત્યા જમીન વિવાદને કારણે થઈ હતી. આ કેસનો માસ્ટરમાઇન્ડ અશોક સાવ હતો. તેણે દોઢ મહિના પહેલા હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મંગળવારે ડીજીપી વિનય કુમાર, એડીજી ઓપરેશન કુંદન કૃષ્ણન, પટણા રેન્જ આઈજી જીતેન્દ્ર રાણા, એસએસપી કાર્તિકેય શર્મા, સિટી એસપી સેન્ટ્રલ દીક્ષાએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આવો જાણીએ બિહારની આ હાઇપ્રોફાઇલ હત્યા અંગે પોલીસે શું ખુલાસો કર્યો છે.










