– છાંગુરે 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હતું
– રૂ. 200 કરોડ કાયદેસર બેન્કિંગ વ્યવહારથી જ્યારે 300 કરોડ હવાલા ચેનલથી નેપાળ થઇ ભારતમાં ઘૂસાડાયા હતા
– છાંગુર અને મુખ્તાર અંસારી ગેંગ વચ્ચે કનેક્શન સામે આવ્યું, બન્ને મળીને ધર્માંતરણનું કામ કરતા હોવાના અહેવાલ
લખનઉ : ઉત્તર પ્રદેશની એન્ટી ટેરર સ્ક્વોડ (એટીએસ)એ ગેરકાયદે ધર્માંતરણના મામલામાં ધરપકડ કરાયેલા છાંગુર બાબાને લઇને નવો ખુલાસો કર્યો છે. એટીએસને જાણકારી મળી છે કે છાંગુર બાબાને વિદેશમાંથી ૫૦૦ કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું.