gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો …
6
VIEWS
Share on FacebookShare on Twitter

60 Year Old Overbridge: કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાદ ગામ પાસેનો 1965માં બનેલો બ્રિજ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી તંત્રની ઘોર બેદરકારીના કારણે પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ એકાએક જાગેલા મહેસાણા માર્ગ-મકાન વિભાગે બ્રિજને તાકિદે બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગાંધીનગરથી આદેશ છૂટતા રાજ્યના તમામ જિલ્લામાં આવેલા નાના-મોટા બ્રિજની સ્થિતિ ચકાસવા ટીમો કામે લાગી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ 40 જેટલા પુલો આવેલા છે, તેની ચકાસણી માટે કે તપાસ માટે સ્થાનિક માર્ગ-મકાન વિભાગ મુહુર્તની રાહ જોઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે બેઠક બોલાવીને જિલ્લાના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. 

રાધનપુર-મહેસાણા હાઈવે પર કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો સમી તાલુકાના ગોચનાદ ગામ પાસે બનાસ નદી ઉપર 1965માં બનાવવામાં આવેલો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ ટોલ વગરનો હોવાથી દરરોજ હજારો વાહન પસાર થાય છે, જ્યારે આ બ્રિજમાં પોપડા પડવા લાગ્યા છે અને તેના સળિયા પણ દેખાવવા લાગ્યા છે. ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજતાં આ વર્ષો જૂનો બ્રિજ ગમેત્યારે કડકભૂસ થવાની અને મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી તંત્ર દ્વારા સત્વરે આ બ્રિજના કારણે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 

સમીના ગોચનાદ પાસેનો બનાસ નદી પરનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતા મહેસાણા રાધનપુર હાઈવે પરના સમીના ગોચનાદ પાસે બનાસ નદી ઉપર 1965માં બનાવેલો બ્રિજ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હોવાથી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ એકાએક જાગેલા મહેસાણા માર્ગ મકાન વિભાગે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં સમાન શુક્રવારે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર પ્રતિબંધ લાદી લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તકેદારીના ભાગરૂપે ભારે વાહનોના ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વાહનો માટે રાધનપુર-સીનાડ ઉણ-થરા-ટોટાણા-રોડા-વેજાવાડા બોતરવાડા-હારીજ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
વડોદરામાં નવી ડ્રેનેજ લાઈન અને રીપેરીંગ સહિતના કામે વહીવટી તંત્રએ રૂ.4 કરોડ વધુ માંગ્યા : સ્થાયી સમિ…

વડોદરામાં નવી ડ્રેનેજ લાઈન અને રીપેરીંગ સહિતના કામે વહીવટી તંત્રએ રૂ.4 કરોડ વધુ માંગ્યા : સ્થાયી સમિ...

વડોદરાના અકોટા વિસ્તારની પ્રજાને કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનાથી કાળા પાણીની સજા : સ્થાનિક રહીશોની ફર…

વડોદરાના અકોટા વિસ્તારની પ્રજાને કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનાથી કાળા પાણીની સજા : સ્થાનિક રહીશોની ફર...

ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ, વાંકાનેરના ધારાસભ્યએ આપી ચેલેન્જ | Wanka…

ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ, વાંકાનેરના ધારાસભ્યએ આપી ચેલેન્જ | Wanka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

5 months ago
વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં…

વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં…

6 months ago
NPCIએ લોન્ચ કર્યો સેન્ટ્રલ પોર્ટલ, હવે ઓટોપે મેન્ડેટ એક જ જગ્યાએ મેનેજ કરો | NPCI change autopay sys…

NPCIએ લોન્ચ કર્યો સેન્ટ્રલ પોર્ટલ, હવે ઓટોપે મેન્ડેટ એક જ જગ્યાએ મેનેજ કરો | NPCI change autopay sys…

8 months ago
વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co…

વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News