Vadodara : વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલી અને 40 વર્ષ જેટલી જૂની લક્ષ્મી નગર સોસાયટીના આંતરિક રસ્તે કોમર્શિયલ ગેરકાયદે બાંધકામ કરીને વેપાર ધંધો કરે છે. રોડ રસ્તા સાંકડા થઈ જતા આકસ્મિક દુર્ઘટના વેળાએ કોઈ વાહન સોસાયટીમાં આવી શકે એવી સ્થિતિ નથી. ઠેર ઠેર પાણી ભરાયેલા છે. પાણી અને મચ્છરજન્ય ભય લોકોને સતાવે છે. પાલિકા કચેરી, સીએમઓ અને પીએમઓ સુધી વારંવાર રજૂઆત કરી છે. પાલિકાના બે વર્ષથી વાયદા સાંભળીને સોસાયટીના રહીશોએ કંટાળીને જાહેર દેખાવો યોજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે માણેજા વિસ્તારમાં લક્ષ્મીનગર સોસાયટી 40થી વધુ વખત પહેલા બની છે. આ સોસાયટીમાં કેટલાક લોકો કોમર્શિયલ ગેરકાયદે બાંધકામ કરીને વેપાર ધંધો કરે છે. સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત છે. આ ઉપરાંત ઝેરી જીવજંતુ પણ નીકળવાના ભયથી સ્થાનિક રહીશો ફફડી રહ્યા છે. પાલિકા કચેરી, સીએમઓ હાઉસ અને પીએમઓ સુધી રજૂઆત કરી છે. પાલિકા સત્તાધીશોબે વર્ષથી વાયદા કરે છે. કોઈ આકસ્મિક દુર્ઘટના વખતે કોઈપણ વાહન સોસાયટીમાં આવી શકે એવી રસ્તાની સ્થિતિ નથી. પરિણામે રજૂઆતોથી કંટાળીને સ્થાનિક રહીશોએ આજે જાહેર પ્રદર્શન અને દેખાવો કર્યા હતા.