gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર | anant…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in Business
0 0
0
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર | anant…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anant Ambani Radhika Merchant first Anniversary: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ લગ્નએ સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે આ વિવાહ માત્ર એક સામાન્ય સામાજિક પ્રસંગ નહીં પણ એક ચર્ચિત સમારોહ બની ગયો હતો. સમગ્ર દુનિયામાં લાખો લોકોએ આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં જોયા હતા. લગ્નમાં હાજર ન હોવા છતાં કરોડો લોકોને એવી લાગણી થઈ હતી કે જાણે આ તેમના પોતાના ઘરમાં જ લગ્ન લેવાયા હોય.

હિન્દુ વિવાહનું ધાર્મિક મહત્ત્વ 

હિન્દુ સંસ્કૃતિમાં વિવાહ ફક્ત સામાજિક કરાર નથી, પરંતુ એક દિવ્ય અને આયુષ્કાળ માટેનું સાત ભવનુ બંધન છે. સમગ્ર એશિયામાં સૌથી વધુ ધનવાન હોવા છતાં કોઈ અભિમાન વગર જ આ યુવા અંબાણી દંપતીએ ભારતની પરંપરાગત વિધિથી લગ્નના સાત ફેરા લીધા હતા. આમ કરીને અંબાણી અને મર્ચન્ટ પરિવારે વૈશ્વિક સ્તરે એક પોઝિટિવ મેસેજ મોકલ્યો હતો. 

અનેક મહાનુભાવો-આંતરરાષ્ટ્રીય પ્રતિભા સાક્ષી 

અનંત-રાધિકાના લગ્ન સમારોહમાં દેશ દુનિયામાંથી મોટા ઉધોગપતિઓ, સ્પોર્ટસમેન, બૌધિકો, વૈજ્ઞાનિકો, સેનાનીઓ, રાજકીય નેતાઓ અને અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી જેના પગલે સમગ્ર વિશ્વમાં આ લગ્ન સમારોહની ચર્ચા થઈ હતી. લગ્ન સમારોહમાં વિવિધ વૈદિક‑હિન્દુ પરંપરાના ખાસ ધર્મગુરુઓ અને આદરણીય આધ્યાત્મિક નેતાઓ પણ હાજર રહ્યા હતા. કોઈ એક જ સ્થળ અને સમારોહમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિ હોય એવું આ અગાઉ ક્યારેય બન્યું નહોતું. 

સાધુ-સંતો, જૈન મુનિઓ-શંકરાચાર્યોના નવદંપતિને આશીર્વાદ 

અનંત-રાધિકાને આશીર્વાદ આપવા માટે દેશભરમાંથી અનેક સાધુ-સંતો, જૈન મુનિઓ અને શંકરાચાર્યોનો જાણે મેળાવડો જામ્યો હતો. જેમાં સ્વામી સદાનંદ સરસ્વતી, શંકરાચાર્ય-દ્વારકા, સ્વામી અવિમુક્તેશ્વરંદ સરસ્વતી, શંકરાચાર્ય-જોશીમઠ, ગૌરાંગ દાસ પ્રભુ, ઈસ્કોન ડિવિઝનના ડિરેક્ટર, ગૌર ગોપાલ દાસ, સાધુ- ઇસ્કોન, રાધાનાથ સ્વામી, ઇસ્કોન ગવર્નિંગ બોડી સભ્ય, પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા, ગૌતમભાઈ ઓઝા, પૂજ્યશ્રી દેવપ્રસાદ મહારાજ, વિજુબહેન રાજાણી, શ્રી આનંદબાવા સેવા સંસ્થા, શ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ, બદ્રીનાથ ધામ, પૂજ્યશ્રી ચિદાનંદ સરસ્વતી, વડા-પરમાર્થ નિકેતન આશ્રમ, શ્રી નમ્રમુનિ મહારાજ, જૈન મુનિ- સ્થાપક-પ્રસાદધામ, ધીરેન્દ્ર કુમાર ગર્ગ-ગુરુ બાગેશ્વર ધામ, બાબા રામદેવ-યોગ ગુરુ, સ્વામી રામભદ્રાચાર્ય-સ્વામી કૈલાશાનંદ-મહામંડલેશ્વર, નિરંજની અખાડા અવધેશાનંદ ગીરી, મહામંડલેશ્વર-જૂના અખાડા, શ્રી દેવકીનંદન ઠાકુરજી મહારાજ-વિશ્વ શાંતિ સેવા ટ્રસ્ટ, દીદીમા સાધ્વી ઋતંભરાજી- વાત્સલ્ય ગ્રામ સ્વામી પરમાત્મનાદ જી, સ્થાપક-પરમ શક્તિપીઠ શ્રી વિશાલ રાકેશજી ગોસ્વામી, મુખ્ય પૂજારી- શ્રીનાથજી મંદિરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે શિક્ષકે મારી સ્કૂલ ફી ભરી હતી, રાજ કુમાર રાવનો ખુલાસો

અનેક વિદેશી રાજકીય હસ્તીઓએ પણ હાજરી આપી હતી

સાધુ સંતો ઉપરાંત વિદેશથી અનેક રાજકીય નેતાઓ લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા. જેમાં જ્હોન કેરી (અમેરિકન રાજકારણી), ટોની બ્લેર (ભૂતપૂર્વ વડાપ્રધાન, યુકે), બોરિસ જોહ્ન્સન (ભૂતપૂર્વ વડાપ્રધાન, યુકે), માટ્ટેઓ રેન્ઝી (ઇટાલીના ભૂતપૂર્વ વડાપ્રધાન), સેબેસ્ટિયન કુર્ઝ (ઓસ્ટ્રિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન), સ્ટીફન હાર્પર (કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન), કાર્લ બિલ્ડ્ટ (સ્વીડનના પૂર્વ વડાપ્રધાન), મોહમ્મદ નશીદ (માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), મહામહિમ સામિયા સુલુહુ હસન (રાષ્ટ્રપતિ, તાંઝાનિયા)નો સમાવેશ થાય છે.

દેશ-વિદેશના બિઝનેસ ટાયકુનો પણ લગ્નને માણવા આવ્યા 

અનંત-રાધિકાના લગ્નને માણવા માટે દેશ-દુનિયામાંથી અનેક મોટા બિઝનેસ ટાયકુનો પણ આવ્યા હતા. જેમાં અમીન નાસેર (પ્રેસિડેન્ટ અને સીઈઓ, અરામકો), એચ. ઈ. ખાલદૂન અલ મુબારક (સીઈઓ, મેનેજિંગ ડિરેક્ટર, મુબાદલા), મુરે ઓચિનક્લોસ (સીઈઓ, બીપી), રોબર્ટ ડુડલી (ભૂતપૂર્વ સીઈઓ – બીપી, બોર્ડ સભ્ય – અરામકો), માર્ક ટકર (ગ્રૂપ ચેરમેન, એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી), બર્નાર્ડ લૂની (ભૂતપૂર્વ સીઈઓ, બીપી), શાંતનુ નારાયણ (સીઈઓ, એડોબ), માઈકલ ગ્રીમ્સ (મેનેજિંગ ડિરેક્ટર, મોર્ગન સ્ટેનલી), ઇગોર સેચિન (સીઈઓ, રોઝનેફ્ટ),જય લી (એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ), દિલહાન પિલ્લે (સીઈઓ, ટેમાસેક હોલ્ડિંગ્સ)એ હાજરી આપી હતી.

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર 2 - image

આ ઉપરાંત એમ્મા વોલ્મ્સલી (સીઈઓ, ગ્લેક્સોસ્મિથક્લાઇન), ડેવિડ કોન્સ્ટેબલ (સીઈઓ, ફ્લોર કોર્પોરેશન), જીમ ટીગ (સીઈઓ, એન્ટરપ્રાઇઝ જીપી), ગિયાની ઇન્ફેન્ટિનો (આઈઓસી સભ્ય, ફિફાના પ્રમુખ), જુઆન એન્ટોનિયો સમરાંચ (વાઈસ પ્રેસિડેન્ટ, આઈઓસી), ન્ગોઝી ઓકોંજો-ઇવાલા (ડાયરેક્ટર-જનરલ, WTO), કિમ કાર્દાશિયન (મીડિયા વ્યક્તિત્વ, સમાજસેવા), ખ્લો કાર્દાશિયન (મીડિયા વ્યક્તિત્વ, સમાજસેવા), દિનેશ પાલીવાલ (ભાગીદાર, KKR), લિમ ચાઉ કિયાટ (CEO, GIC), માઈકલ ક્લેઈન (મેનેજિંગ પાર્ટનર, એમ. ક્લેઈન એન્ડ કંપની), બદર મોહમ્મદ અલ-સાદ (નિર્દેશક, KIA), યોશીહિરો હ્યાકુટોમ (સિનિયર મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઑફિસર, SMBC)એ હાજરી આપી હતી.

આ ઉપરાંત ખલીલ મોહમ્મદ શરીફ ફૌલાથી (વાઇસ ચેરમેન, ADIA), પીટર ડાયમંડિસ (એક્ઝિક્યુટિવ ચેરમેન, સિંગ્યુલારિટી યુનિવર્સિટી), જય શેટ્ટી (પોડકાસ્ટર, લેખક, કોચ), જેફ કૂન્સ (કલાકાર), જાન્યુઆરી માકામ્બા (વિદેશ બાબતો અને પૂર્વ આફ્રિકન સહકાર), જેમ્સ ટેક્લેટ (CEO, લોકહીડ માર્ટિન), નોકિયા મોબાઇલ નેટવર્કસના પ્રેસિડેન્ટ ટોમ્મી યુઈટ્ટો, બીપી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિલિયમ લિન, એરીક્શનના સીઈઓ અને પ્રેસિડેન્ટ બોરજે ઈખોલ્મ, એચપીના સીઈઓ એનરિક લોર્સ, વગેરેનો સમાવેશ થાય છે. 

માનવ સેવા એ જ માધવ સેવા 

અંબાણી પરિવારનો મંત્ર ‘માનવ સેવા એ જ માધવ સેવા’ છે, જે આ લગ્નમાં પણ સાર્થક થયો હતો. આ પ્રસંગ દરમિયાન અંબાણી પરિવારે આર્થિક રીતે નબળા 50 નવદંપતિના સમૂહ લગ્ન કરાવીને નવો ચીલો પાડ્યો છે. અંબાણી પરિવારે ત્રણ અઠવાડિયા સુધી ‘ભંડારા’ દ્વારા રોજ 1,000થી વધુ લોકોને જમાડ્યા હતા. હિન્દુ પરંપરા મુજબ વિવાહ સમારોહમાં મોસાળું એટલે કે મામેરાની વિધિ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરાઈ હતી.

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર 3 - image

જામનગર મંદિર પરિસરમાં નીતા અંબાણીનું ભક્તિ નૃત્ય

અનંતના માતા નીતા અંબાણીએ જામનગરના મંદિર પરિસરમાં ભક્તિ નૃત્ય કરીને પુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ત્યાં હાજર રહેલા અનેક લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આ ભવ્ય લગ્નમાં મ્યુઝિકલ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં અનંતના માતા પિતા નીતા અને મુકેશ અંબાણીએ પણ નૃત્ય કરીને તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગ્રહ શાંતિ અને રાંદલ માતાના લોટા તેડ્યા હતા એટલે કે રાંદલ માતાની ખાસ પૂજા અર્ચના કરી હતી. પીઠી-હળદરના રિવાજો પણ નિભાવાયા હતા. તેમજ સ્પેશિયલ ભજનોની રમઝટ સાથે શિવ શક્તિની પૂજા કરાઈ હતી.

મુખ્ય લગ્ન સમારંભમાં પરિવારની સેવા કરનારાને આમંત્રણ 

આ ત્રણ દિવસીય લગ્ન સમારંભમાં પરિવારની સેવા બજાવનારા કર્મચારીઓ તેમજ સ્ટાફને પણ આમંત્રિત કરાયા હતા. જે સૂચવે છે કે, એશિયાના સૌથી વધુ ધનવાન હોવા છતાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પૈસાનું સહેજે ય અભિમાન નથી અને તેઓ નાના માણસોનું વિશેષ ધ્યાન રાખે છે. આ લગ્નમાં બનારસની સાડીઓએ તેમજ ચમકદાર વસ્ત્રોએ વિદેશી લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

આ ઉપરાંત અનંત અને રાધિકાના લગ્નમાં વિવિધ ધર્મોનું આચરણ કરતાં આંતરરાષ્ટ્રીય મહેમાનોને ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં જોવાનો લ્હાવો મળ્યો હતો. અંબાણીના લગ્ન સમારોહમાં રંગો, વસ્ત્રો, સામગ્રી અને ટૅક્નોલૉજીનો જે ઉત્સવ જોવા મળ્યો, તે ભારતના પ્રતિભાશાળી શિલ્પીઓને જીવંત રીતે રજૂ કરે છે.

ભવ્ય લગ્નથી ભારતીય સંસ્કૃતિની છબિ પણ સર્વોચ્ચ બની 

આ લગ્ન ઉત્સવ માત્ર બે વ્યક્તિનું જોડાણ નહોતું પણ સમાજને એક નવો બોધપાઠ અને દિશા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ તથા અંબાણી પરિવારની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાડ્યા હતા. આ લગ્નમાં ફેશન, હસ્તકલા અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો અને જેનો સંદેશો સમગ્ર વિશ્વમાં પ્રસર્યો હતો. આ ભવ્ય લગ્નથી ભારતીય સંસ્કૃતિની નવી છબિ ઊભરી હતી.

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર 4 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…
Business

285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

July 20, 2025
વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન | /india tops glob…
Business

વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન | /india tops glob…

July 20, 2025
સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો: વિશ્વબજારમાં ઉંચા મથાળેથી પીછેહટ | Increase in effecti…
Business

સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો: વિશ્વબજારમાં ઉંચા મથાળેથી પીછેહટ | Increase in effecti…

July 20, 2025
Next Post
નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ

નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ

અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પૂર્વ પાયલટનું નિવેદન, કહ્યું- ‘ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખ…

અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પૂર્વ પાયલટનું નિવેદન, કહ્યું- 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખ...

વાલિયા હત્યાકેસ: ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, 5 વર્ષ પહેલાં થયા હતા લગ્ન | vali…

વાલિયા હત્યાકેસ: ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, 5 વર્ષ પહેલાં થયા હતા લગ્ન | vali...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …

હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …

4 days ago
પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…

પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…

3 months ago
‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

3 months ago
‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનુ…

‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનુ…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News