PM Modi Distributes Appointment Letters to 51,000 Youths: દેશભરમાં 47 શહેરોમાં શનિવારે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશભરના યુવાનોને એક મોટી ભેટ આપતાં 51000થી વધુ નિમણૂક પત્ર આપ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સરકારનો ઉદ્દેશ્ય પારદર્શક અને પ્રામાણિકતાથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવાનો છે. તેમજ દેશના લાખો યુવાનોને આવા રોજગાર મેળાઓ થકી નોકરીઓ મળી છે અને તેઓ આજે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અમારો મંત્ર છે.