Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં અવારનવાર સર્વર ડાઉન રહેતું હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, અને વારંવાર ધક્કા ખાવા પડે છે, અથવા તો લાંબો સમય સુધી રાહ જોઈને બેસી રહેવું પડે છે.
જન્મ મરણ શાખાનું સર્વર ગઈકાલે રાત્રે ઉપરથી ડાઉન થઈ ગયું હતું, અને આજે સવારે ઓફિસ ખુલ્યાથી ત્રણેક કલાક સુધી સર્વર બંધ રહેતાં અનેક લોકો પોતાના દાખલા વગેરે કઢાવવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, અને ભારે દેકારો બોલી ગયો હતો.
જોકે મોડેથી સર્વર ચાલુ થતાં મહાનગર પાલિકાની ટીમ દ્વારા એક પછી એક નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન કચેરીના દ્વારે અનેક નાગરિક ટોળે વળ્યા હતા.