– રસ્તાનું સમારકામ કરી, દવાનો છંટકાવ કરવા માંગ
– તૂટેલા રોડથી અકસ્માતનો ભય : વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત લોકો હાલાકી ભોગવવા મજબૂર
બગોદરા : બાવળા ગર્લ્સ સ્કૂલ રોડ ઉપર વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત લોકો ગંદા પાણી અને ખાડાંમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે રોડનું રિપેરિંગ કરી દવાનો છંટકાવ કરવા સાથે સફાઈ કરાય તેવી માંગણી ઉઠી છે.
બાવળા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરેલા પાણી અને તૂટેલા રસ્તાઓના કારણે શહેરના લોકો હાલાકી ભોગવી રહ્યા છે.