– 17 મહિનામાં 11 મેડે કોલ નોંધાયા : આરટીઆઈ ડેટામાં ઘટસ્ફોટ
– બધી જ ૬૫ ઘટનાઓમાં પાયલટ્સ એક એન્જિન પર વિમાનને નજીકના એરપોર્ટ સુધી લઈ જવામાં સફળ થયા હતા : નિષ્ણાતો
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર તૂટી પડવાની દુર્ઘટના અંગે એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. એએઆઈબી પર પાઈલટ પર દોષારોપણ નાંખીને અમેરિકન વિમાન કંપની બોઈંગને બચાવવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવા સમયે એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં હવામાં જ ૬૫ વિમાનોના એન્જિન ફેઈલ થઈ ગયા હતા.