Jamnagar Liquor Case : જામનગરમાં સાંઢિયા પુલ નજીક કોપર સીટી વિસ્તારમાં એલસીબીની ટુકડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, અને એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે, તેવી બાતમીના આધારે તે વિસ્તારમાં પડેલી જી.જે. 03 એફ.કે. 9982 નંબરની રેઢી પડેલી કારની તલાસી લેતાં તેની અંદર થી 60 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.
એલસીબીની ટુકડીએ રૂપિયા 40,452 ની કિંમતનો ઇંગલિશ દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કાર સહિતની માલમતા કબજે કરી લીધી છે, જયારે કાર રેઢી મૂકીને ભાગી છૂટનાર કારચાલકને ફરાર જાહેર કર્યો છે, અને વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.