Earthquake in Haryana: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકાઓએ લોકોને ડરાવી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપની ઘટનાઓ ઝડપથી વધી રહી છે જેના કારણે લોકો ભય અનુભવી રહ્યા છે. આ દરમિયાન હરિયાણામાં 12 કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં બુધવાર-ગુરુવારની રાત્રે હરિયાણાના રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે, ગુરુવારે બપોરે ઝજ્જરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
કેટલી રહી ભૂકંપની તીવ્રતા?
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બુધવાર અને ગુરુવારની રાત્રે 12:46 વાગ્યે હરિયાણાના રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે. તેમજ ભૂકંપનું કેન્દ્ર રોહતક જિલ્લામાં 10 કિલોમીટર સુધીમાં હતું. અધિકારીઓએ જણાવ્યું છે કે આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
બીજી વાર ભૂકંપ આવ્યો
આ ઉપરાંત ગુરુવારે બપોરે 12:34 વાગ્યે રાજ્યના ઝજ્જરમાં પણ ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરમાં 5 કિલોમીટર હતું.
આ પણ વાંચો: ‘ચૂંટણી પંચ હવે ભાજપનું ‘ઈલેક્શન ચોરી શાખા’ બન્યુ’: બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર
થોડા દિવસોમાં ત્રીજો ભૂકંપ
હરિયાણામાં 10 દિવસથી ઓછા સમયમાં આ ચોથો ભૂકંપ છે. ગયા શુક્રવારે રાજ્યના ઝજ્જર જિલ્લા નજીક 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આના એક દિવસ પહેલા જ ઝજ્જર જિલ્લામાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા દિલ્હી અને નજીકના વિસ્તારોમાં અનુભવાયા હતા.