Language Controversy: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે (18 જુલાઈ) કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જેટલા પણ નેતા છે તેમાંથી સૌથી સારી મારી હિન્દી છે. આવું મારા પિતાજીના કારણે છે કારણ કે તેમને ઉર્દુ, મરાઠી અને હિન્દી સારી આવડતી હતી. મારો તમામ ભાષા સાથે પ્રેમ છે. મીરા રોડ પહોંચીને ઠાકરેએ કહ્યું કે, હિન્દી ભાષાથી કોનું ભલું થયું છે? તે ભાષા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હેરાનપરેશાન છે. હિન્દી કોઈ પણ રાજ્યની માતૃભાષા નથી. હિન્દી આડીઅવળી તૈયાર કરાઈ, 200 વર્ષ જૂની ભાષા છે.