Anand News : રાજ્યમાં અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આણંદના તારાપુર-ધર્મજ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર બે યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. અકસ્માતના બનાવને લઈને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તારાપુર-ધર્મજ હાઈવે પર અકસ્માતમાં બેના મોત
મળતી માહિતી મુજબ, આણંદના તારાપુર-ધર્મજ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. વહેલી સવારે અકસ્માતના બનાવમાં બાઈક સવાર બે યુવકોના મોત નીપજ્યા છે. બંને યુવકો વડોદરાના સાવલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ‘ATCથી સંપર્ક તૂટ્યો, ગ્રામીણોએ પાયલટને બચાવ્યો’, મહેસાણા પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર
ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે સીસીટીવી કેમેરા અને સ્થાનિકોના આધારે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.