– આણંદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં તંત્રની તપાસ
– 46 ડમ્પર, 10 નાવડી, 12 એક્સવેટર સ્વેટર મશીન સહિત 13 કરોડનો મુદ્દામાલ જપ્ત
આણંદ : આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન, ખનન, સંગ્રહને લઇ ખાણ અને ખનીજ વિભાગે તપાસ શરૂ કરી હતી. જેમાં બે મહિનામાં ખનીજ વહન કરતા વાહનો, સંગ્રહ સહિતનો ૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને એક કરોડની વસૂલાત કરવામાં આવી છે.
આણંદ ખાણ અને ખનીજ વિભાગની મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ ગેરકાયદે ખનીજ વહન,ખનન સહિતના ફરિયાદનોને લઇ મે -૨૦૨૫થી અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખાનપુર, ખેરડા, અહીમાં, સીલી, પ્રતાપપુરા, રાજુપુરા, ઇસરવાળા, ઇન્દ્રણજ, વાસદ, વાણીયા કુવા, બોરસદ, સુંદલપુરા, વાસદ- ભેટાસી, ખોરવાડા અને લાલપુરા ખાતેથી બ્રિન અધિકૃત ખનન, સંગ્રહ અટકાવવા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૪૬ ડમ્પર, ૧૨ એક્સવેટર મશીન, ૫ ચારણા, પ ચાત્રિક નાવડી સહિત કુલ ૬૮ કેસ કરીને ૧.૦૧ કરોડની વસૂલાત કરવામાં આવી હતી.
ઉમરેઠ તાલુકાના ખેરવાડ ગામેથી ૩ મશીન, લાલપુરથી ૨ મશીન, સુંદલપુરાથી એક, આણંદના રાજુપુરાથી ૨, વાસદ ગામેથી ૨, સોજીત્રાના મગરોલથી એક અને બોરસદ ખાતેથી ૧ સહિત ૧૨ એક્સ સ્વેટર મશીન જપ્ત કરવામાં આવ્યા છે.