Uttarakhand News: ઉત્તરાખંડના દહેરાદૂનમાં કાવડ યાત્રા દરમિયાન ડોઇવાલા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. એક જંગલી હાથી અચાનક અહીં રસ્તા પર આવી ગયો હતો અને ધમાલ મચાવી દીધી હતી. ડોઇવાલા ટોલ પ્લાઝા પાસે હાથીએ રસ્તા વચ્ચે ઊભેલા એક ટ્રેક્ટર-ટ્રોલીને પણ ફંગોળી દીધું હતું. આ સાથે જ આસપાસ ખાડી વિસ્તારમાં પણ અનેક બાઇકને ફંગોળી દીધી હતી. આ દરમિયાન હાથી મણિ માઇ મંદિર પાસે કાવડ યાત્રીઓ માટે લગાવવામાં આવેલા ભંડારામાં પણ ઘૂસી ગયો. જેના કારણે ભંડારામાં હાજર શ્રદ્ધાળુઓ અને કાવડ યાત્રીઓમાં નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ભીડને જોઈને હાથી બેકાબૂ થઈને ગમે ત્યાં ભાગવા લાગ્યો હતો.
આ પણ વાંચોઃ ‘ઈડી સુપરકૉપ નથી કે જેને દરેક કેસમાં તપાસની સત્તા હોય..’, હાઈકોર્ટ તપાસ એજન્સી સામે લાલઘૂમ
વન વિભાગની ટીમે હાથી પર મેળવ્યો કાબૂ
હાથીને બેકાબૂ બનતા આ વિશે વન વિભાગની ટીમને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને વન વિભાગની ટીમે હાથી પર કાબૂ મેળવ્યો. જોકે, સદનસીબે આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના નહોતી થઈ.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…’, મુખ્યમંત્રી ફડણવીસને સુપ્રિયા સુલેએ ઘેર્યા
હાલ હાથી કાબૂમાં આવી ગયો છે. આ દરમિયાન હાથીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, હાથી દોડી રહ્યો છે અને રસ્તામાં આવતા વાહનોને ફંગોળી રહ્યો છે.