Check bounce Case Jamnagar : જામજોધપુર પંથકના એક આરોપીને 2018ના ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોવા છતાં લાંબા સમયથી ફરાર હતો. આ આરોપીને શેઠ વડાળા પોલીસે સાધુના વેશમાં વરવાળાના એક મંદિરમાંથી ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો: સુરત પાલિકાના વડોદ ખાતેના આરોગ્ય કેન્દ્ર બીમાર, સફાઈની સારવારની જરૂર
2018માં ચેક રિટર્નનો કેસ દાખલ થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, જામજોધપુર તાલુકાના દિગ્વિજયસિંહ અનુભા જાડેજા નામના આરોપી સામે 2018માં ચેક રિટર્નનો કેસ દાખલ થયો હતો, જેમાં રાજકોટની કોર્ટે તેને સજાનો હુકમ કર્યો હતો. જોકે, સજાથી બચવા માટે દિગ્વિજયસિંહ લાંબા સમયથી નાસતો ફરતો હતો અને પોતાની ઓળખ છુપાવવા માટે તેણે ઘર છોડીને સાધુનો વેશ ધારણ કરી લીધો હતો.
આ પણ વાંચો: જામનગરમાં મસાલાના વેપારીઓ પણ ડિજિટલ બન્યા: પાન-મસાલા માટે પણ ‘એટીએમ’ શરુ
મંદિરમાં સંત પૂજારી તરીકે સેવા પૂજા કરતો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દિગ્વિજયસિંહ એકલવાયું જીવન જીવતો હતો અને સંન્યાસી બની ગયો હતો. તે વરવાળા ગામમાં આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરમાં સંત પૂજારી તરીકે સેવા પૂજા કરતો હતો. બાતમીના આધારે શેઠ વડાળા પોલીસે તેની અટકાયત કરી લીધી છે. દિગ્વિજયસિંહ જાડેજાને હવે રાજકોટ કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.