gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

CoinDCX પર સાયબર અટેક: રૂ.378 કરોડની ભરપાઈ કરવાની જવાબદારી કંપનીએ લીધી | Cyber Attack on CoinDCX com…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in Business
0 0
0
CoinDCX પર સાયબર અટેક: રૂ.378 કરોડની ભરપાઈ કરવાની જવાબદારી કંપનીએ લીધી | Cyber Attack on CoinDCX com…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Attack On CoinDCX: ભારતની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ CoinDCX પર ખૂબ જ મોટો સાઇબર અટેક થયો છે. એમાં 44.2 મિલિયન ડોલર એટલે કે 378 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. CoinDCX એ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. આ અટેક ઇન્ટરનલ ઓપરેશન એકાઉન્ટ પર થયો હતો. રવિવારે આ ઘટનાની પહેલી રિપોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે આ અટેકને લઈને કોઈ પણ નુકસાન થયું હોય તો એની જવાબદારી કંપની તેના ટ્રેઝરી રિઝર્વમાંથી કરશે.

સૌથી મોટો સાઇબર અટેક

ધ હિન્દુના એક રિપોર્ટ અનુસાર 19 જુલાઈએ સવારે ચાર વાગ્યે CoinDCX ની સિસ્ટમમાં તેમની એક મોટી ખામી જોવા મળી હતી. એમાં એક પાર્ટનર એક્સચેન્જ પર ઓપરેશનલ એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું હતું. આ હેકમાં કંપનીને 44.2 મિલિયન એટલે કે અંદાજે 378 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપની માટે સારી વાત એ હતી કે આ સાઇબર અટેક કંપનીના ઇન્ટરનલ ટ્રેડિંગ એકાઉન્ટ પર જ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના ક્રિપ્ટોકરન્સી વૉલેટ હજી પણ સુરક્ષિત છે. CoinDCX ના કો-ફાઉન્ડર્સ સુમિત ગુપ્તા અને નીરજ ખંડેલવાલે સાફ કહી દીધું છે કે આ નુકસાનની ભરપાઈ કંપની કરશે અને યુઝર્સ પર એની કોઈ અસર નહીં પડે.

કેવી રીતે ખબર પડી એકાઉન્ટ હેક થયું છે?

રિપોર્ટ મુજબ આ વાતની સૌથી પહેલાં જાણ બ્લોકચેનની તપાસ કરતી કંપની ZachXBT એ કરી હતી. ત્યાર બાદ CoinDCX દ્વારા આ વાતને જાહેર કરવામાં આવી હતી. આ વાત બહાર આવતાની સાથે જ યુઝર્સ ડરીને તેમના એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા પહોંચી ગયા હતા. આ કારણસર કંપનીની API ડાઉન થઈ ગઈ હતી. ઘણાં યુઝર્સ તેમનું બેલેન્સ નહોતું જોઈ શકતા અને એના કારણે તેમનો ડર બમણો થઈ ગયો હતો. ત્યાર બાદ CoinDCX એ જાહેર કર્યું હતું કે જે સિસ્ટમ પર અટેક થયો હતો એને અલગ કરી નાખવામાં આવી છે. એ અલગ કર્યા બાદ API સર્વિસ ફરી શરૂ કરવામાં આવી હતી. CoinDCX દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક પ્રોસેસ પહેલાંની જેમ સરળ રીતે કામ કરી રહી છે. યુઝર્સ ટ્રેડિંગ કરવાની સાથે જમા અને ઉપાડ પણ કરી શકશે.

આ પણ વાંચો: નવું ચેટજીપીટી એજન્ટ શું છે જે કમ્પ્યુટરને કન્ટ્રોલ કરી શકે છે?, જાણો અન્ય મોડલથી કેમ અલગ છે…

CERT-in કરશે તપાસ

આ હેકિંગની તમામ માહિતી ભારતની સાઇબર ઇમરજન્સી ટીમ CERT-in ને આપી દેવામાં આવી છે. તેઓ બે ઇન્ટરનેશનલ સાઇબર સિક્યોરિટી એજન્સીઓની સાથે મળીને આ વિશે તપાસ કરશે. આ દરમિયાન યુઝર્સ પૈસા ઉપાડી રહ્યા હોવાથી કંપનીએ જાહેરાત કરી કે પાંચ લાખ રૂપિયાથી ઓછી રકમની પ્રોસેસ પાંચ કલાકની અંદર અને પાંચ લાખ રૂપિયાથી વધુ રકમની પ્રોસેસ 72 કલાકની અંદર પૂરી થશે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર કંપનીને લઈને મિક્સ પ્રતિભાવ આવી રહ્યા છે. CoinDCX દ્વારા 17 કલાક સુધી આ વાતને કેમ છુપાવી રાખવામાં આવી એ વિશે લોકોના મંતવ્યો આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કંપની તેમના યુઝર્સ સાથે પારદર્શિતા રાખતી નથી. બીજી તરફ એવા પણ ઘણાં યુઝર્સ હતાં જેમણે કહ્યું કે નુકસાનની જવાબદારી કંપનીએ પોતાના પર ઉઠાવવી એ ખૂબ જ સારી વાત કહેવાય.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
Happy Birthday Kashish Rathore

Happy Birthday Kashish Rathore

'રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?', સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme court on enforcement directorate ed over fighting political battles

થિયેટરમાં 200 રૂપિયાની ટિકિટ – જનહિતમાં લેવાયો નિર્ણય!”

થિયેટરમાં 200 રૂપિયાની ટિકિટ – જનહિતમાં લેવાયો નિર્ણય!”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol…

મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol…

5 months ago
500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau…

500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau…

9 months ago
પતરાના શેડમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી દારૃ પકડાયો | Liquor seized from secret cellar built in leaf…

પતરાના શેડમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી દારૃ પકડાયો | Liquor seized from secret cellar built in leaf…

4 months ago
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News