gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

50 વર્ષમાં ઘોઘાવાસીઓ દ્વારા પાણી પાછળ એક હજાર કરોડથી વધુ ખર્ચ | Ghogha residents spend more than Rs …

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
50 વર્ષમાં ઘોઘાવાસીઓ દ્વારા પાણી પાછળ એક હજાર કરોડથી વધુ ખર્ચ | Ghogha residents spend more than Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રામજનોને દર મહિને પાણી માટે વેઠવો પડતો આર્થિક ફટકો

– ખારાશયુકત જમીનને લઈને અન્ય વિકલ્પ ન હોય રહિશો નાછુટકે ખાનગી ટેન્કર મારફત પાણી મેળવવા મજબૂર બન્યા 

ઘોઘા : વહિવટીતંત્રની અણઆવડત અને લાપરવાહીથી ઘોઘામાં છેલ્લા દર ૧૫ થી ૨૦ દિવસે પાણીનું અનીયમીતપણે વિતરણ કરવામાં આવતુ હોય સ્થાનિક રહિશોને પાણી માટે ટળવળવુ પડે છે. છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન ઘોઘાવાસીઓ દ્વારા પાણી પાછળ રૂા એક હજાર કરોડથી વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો. 

જરૂરીયાત કરતા ઓછુ પાણી મળતુ હોય મધ્યમવર્ગીય શ્રમજીવી લોકોને ટેન્કર દ્વારા મને કમને વેચાતુ પાણી લેવાનો વખત આવતો હોય આર્થિક ફટકો વેઠવાનો વખત આવે છે. મહિ પરિએજ યોજના અંતગર્ત ઘોઘામાં ૧૫ દિવસે એકથી સવા કલાક પાણીનું વિતરણ કરાઈ રહ્યુ હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઘોઘા દરિયાતટે આવેલ હોય ગામમાં ચોમેર ખારાશયુકત જમીન હોય ડંકી, બોર અને કુવામાંથી ખારુ પાણી મળતુ હોય મહિ પુરવઠા યોજના  સિવાય ઘોઘામાં પાણીનો અન્ય કોઈ પ્રબળ વિકલ્પ નથી. ઘોઘાના કુંભારવાડા, વરકુવાડા, ૫૦ વારીયા,મચ્છીવાડા, માલમવાડા, ખ્રિસ્તીવાડા, સોનીવાડા, વાણીયાશેરી,ઘાંચીવાડા, મફતનગર,  ૫૦ વારીયા અને મોરા વગેરે વિસ્તારોના રહિશોને અપૂરતુ પાણી મળતુ હોય તેઓને નાછુટકે જરૂરીયાત મુજબ એકાંતરે અથવા બે થી ત્રણ દિવસે ભાવનગર અને ખાનગી કોન્ટ્રાકટરો પાસેથી ટેન્કર મારફત પાણી વેચાતુ લેવુ પડે છે. એક અંદાજ મુજબ ઘોઘામાં એકાંતરે ૩૦૦,૬૦૦ અને ૧૦,૦૦૦ લીટરના નાના મોટા ટેન્કર મળીને કુલ ૬૦ થી ૭૦ ટેન્કર મંગાવાઈ રહ્યા છે. અંદાજે ૧૨ હજાર આસપાસ રહેણાંકીય મકાનોમાં સ્થાયી થયેલા ૧૫ થી ૨૦ હજારની વસ્તી પાણીની સમસ્યાથી ભારે અસરગ્રસ્ત છે. ઘરદીઠ દર મહિને અંદાજે રૂા ૧૫૦૦ થી લઈને રૂા ૨૦૦૦ અને વાર્ષિક લેખે ૨૫ હજારથી વધુ લેખે ગણીએ તો છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન ઘોઘાવાસીઓએ મીઠા પાણી પાછળ રૂા એક હજાર કરોડથી વધુ ખર્ચ શ્રમિકોને કરવો પડે છે. 

પાઈપલાઈન નાખવાથી પાણીની સમસ્યા હળવી થાય તેમ છે

એક સમયે ઘોઘામાં સોનારીયા તળાવથી રામકુંડ સુધી પાણીની પાઈપલાઈન મારફત કુંડમાં પાણી એકત્ર કરાતુ હતુ. જે લાઈન કાળક્રમે ડેમેજ થઈ હોય તંત્ર દ્વારા વધારે ક્ષમતાવાળી નવી પાઈપલાઈન નાખવામાં આવે તો ઘોઘાની પાણીની સમસ્યા થોડા ઘણા અંશે હળવી થાય તેમ છે તેમ રહિશોએ જણાવ્યુ હતુ. 

ગ્રામ પંચાયત દ્વારા અગાઉ રજૂઆતો કરાઈ હતી

૨૦૧૭ થી ૨૦૨૨ ની ટર્મ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા પાણીની સુવિધા માટે અસંખ્યવાર રજુઆતો કરાઈ હતી તેમ જણાવી ઘોઘા ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અન્સારભાઈ રાઠોડએ વધુમાં ઉમેર્યુ હતુ કે, તેના પરિણામ સ્વરૂપે દોઢ મહિને મળતુ પાણી દર ૧૫ દિવસે મળતુ થયું છે જે પણ અપૂરતુ છે.

પાઈપલાઈનમાં છાસવારે તૂટફૂટ થાય છે

બુધેલના પાણી પુરવઠા યુનિટના સમ્પમાંથી ઘોઘામાં પાઈપલાઈન મારફત પાણી પુરવઠો મળે છે તેમ જણાવી સરપંચ રવિનાબેન સાગરભાઈ મહેતાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, બુધેલથી ઘોઘાની પાઈપલાઈનમાં છાસવારે તૂટફૂટ થતી હોવાથી તેમજ પાવરકાપની સમસ્યાને લઈને ઘોઘામાં પાણીની સમસ્યા રહે છે. 

બુધેલ યુનિટમાંથી નિયમિતપણે પાણી વિતરણ કરાય છે

બુધેલના પાણી પુરવઠાના સમ્પમાંથી મહિ પરિએજનુું ૧૦ થી ૧૫ લાખ લીટર પાણી ઘોઘામાં નીયમીતપણે આપવામાં આવે છે. તેમ જણાવી વાલ્વમેન અશોકભાઈ મકવાણાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, રોજીંદા લોડના કારણે કયારેક પાઈપલાઈનમાં તૂટફૂટ થતી હોય છે જે તત્કાલ રીપેર કરી પાણી પુરવઠાની સાતત્યતા જાળવી રાખવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 443 પોઈન્ટ ઉછળીને 82200 | Nifty crosses 25000: Sensex jumps 443 points…

નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 443 પોઈન્ટ ઉછળીને 82200 | Nifty crosses 25000: Sensex jumps 443 points...

આણંદ શહેરમાં 5,556 પાત્રોમાં પોરા મળતા રૂા. 2.62 લાખનો દંડ | Rs 2 62 lakh fine for finding empty con…

આણંદ શહેરમાં 5,556 પાત્રોમાં પોરા મળતા રૂા. 2.62 લાખનો દંડ | Rs 2 62 lakh fine for finding empty con...

કઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે જગદીપ ધનખડ? જેના કારણે છોડવું પડ્યું ઉપરાષ્ટ્રપતિ પદ | what illnesses is…

કઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે જગદીપ ધનખડ? જેના કારણે છોડવું પડ્યું ઉપરાષ્ટ્રપતિ પદ | what illnesses is...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સવારે ખાલી પેટ પીઓ આ ડ્રાયફ્રૂટનું પાણી, 6 ચમત્કારી ફાયદા વિશે જાણી ચોંકશો | Black raisin water empty stomach benefits every morning

12 months ago
વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…

વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…

2 months ago
કેશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ, 200થી વધુ સાંસદોનું પ્રસ્તાવને સમર્થન | Impeachme…

કેશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ, 200થી વધુ સાંસદોનું પ્રસ્તાવને સમર્થન | Impeachme…

1 year ago
દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News