gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Namaz And Navratri 2025 : ભાજપે રસ્તા પર નમાજ અદા કરવા મુદ્દે ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી સુધી મોરચો ખોલતાં રાજકીય ઘમસાણ શરુ થઈ ગયું છે. તાજેતરમાં જ સંભલ અને મેરઠમાં રસ્તા પર નમાજ અદા કરવા વિરુદ્ધ ફરમાન બહાર પડાયું હતું. તો હવે દિલ્હીમાં રસ્તા પર નમાજ અટકાવવાની તો યુપીમાં નવરાત્રિએ મીટનું વેચાણ અટકાવવાની માંગ કરવામાં આવી છે, જેના કારણે વિપક્ષોએ ભાજપ નેતાઓની માંગથી વાંધો ઉઠાવ્યો છે અને માંગને બંધારણની અવગણના કહી છે.

AAP ભાજપની માંગનો વિરોધ કર્યો

વાસ્તવમાં દિલ્હી ભાજપના અનેક ધારાસભ્યોએ રસ્તા પર થતી નમાજ અટકાવવાની માંગ કરી છે, જેનો આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ વિરોધ કરી ભાજપ (BJP) હિન્દુ-મુસ્લિમનું રાજકારણ રમી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. AAP રાજ્યસભા સાંસદ સંજય સિંહે (Sanjay Singh) સૌગાત-એ મોદી, ઈફ્તાર પાર્ટીઓમાં ભાજપ નેતાઓ સામેલ થતાં હોવાનો ઉલ્લેખ કરી ભાજપની માંગને બેવડી નીતિ કહી છે 

એકતરફ શાંતિપૂર્ણ માહોલની વાતો, બીજીતરફ ધાબા પર નમાજ અદા કરવાનો ઇન્કાર

તાજેતરમાં જ સંભલમાં હિંસાના કારણે સંવોદનશીલ માહોલ ઊભો થયો હતો, જેના કારણે વહીવટીતંત્રે ઇદ, શુક્રવારની નમાજ, નવરાત્રિ અને રામ નવમી મુદ્દે બુધવારે શાંતિ સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તંત્રએ સ્પષ્ટ કહ્યું હતું કે, તમામ તહેવારો પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવાશે. બીજી તરફ અધિકારીઓએ મુસ્લિમ પક્ષને રસ્તા અને ઢાબા ઉપર નમાજ અદા કરવાનો ઇન્કાર કરી દીધો હતો. વિપક્ષોએ ઘરના ધાબા પર નમાજ અદા કરવા પર પ્રતિબંધ લગાવવા મુદ્દે કડક વાંધો ઉઠાવ્યો છે અને આ મુદ્દે ભાજપે બંધારણની અવગણા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથે બેની ધરપકડ

‘રસ્તા પર નમાજ અદા કરશો તો…’ SPની ચિમકી

તાજેતરમાં જ મેરઠના એસપી સિટી આયુષ વિક્રમે ઇદ મુદ્દે ધર્મગુરુ, ઇમામોને અપીલ કરી છે કે, તેઓ રસ્તા પર નહીં, પોતાની આસપાસની મસ્જિદોમાં જ નમાજ અદા કરે. જો આદેશનું ઉલ્લંખન કરવામાં આવશે FIR નોંધી કાર્યવાહી કરાશે અને પાસપોર્ટ, લાયસન્સ રદ થઈ શકે છે.

પોલીસે આવું ન કહેવું જોઈએ : કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી

મેરઠ પોલીસના આદેશનો કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી(Jayant Chaudhary)એ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘પોલીસે આવું ન બોલવું જોઈએ કે, અમે પાસપોર્ટ લઈ લઈશું. તંત્ર રસ્તો ખાલી કરવાની વાત કહી શકે છે, પરંતુ આ માટે સંવેદનશીલતા સાથે સમુદાયના લોકો સાથે સંવાદ કરવો જોઈએ.’

સંભલના સાંસદોને પણ વાંધો પડ્યો

ઘરના ધાબા પર નમાજ અદા ન કરવાના તંત્રના આદેશનો સંભલ સાંસદ જિયા ઉર રહમાન બર્કે (Sambhal MP Zia Ur Rehman Barke) પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘લોકોને ઘરના ધાબા પર નમાજ કરતાં અટકાવવા કોઈ યોગ્ય બાબત નથી. ધાબા સરકારની, નગર પાલિકાની કે ગ્રામ સમાજની સંપત્તિ નથી. ધાબું એ વ્યક્તિગત સંપત્તિ છે. વ્યક્તિ પોતાના ઘરમાં ઇબાદત ન કરે, તો ક્યાં કરશે? આવા પ્રકારના પ્રતિબંધો આપણા બંધારણીય અધિકારોના વિરુદ્ધ છે.

આ પણ વાંચો : ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

મીટની દુકાનો બંધ કરવાની માંગ

ભાજપે ઉત્તર પ્રદેશમાં નવરાત્રિ દરમિયાન મીટની દુકાનો બંધ રાખવાની માંગ કરી છે. જોકે યુપીના મંત્રી કપિલ અગ્રવાલે (UP Minister Kapil Agarwal) પોલીસનો આદેશ સાંભળતાં જ કહ્યું કે, ‘નવરાત્રિના નવ દિવસમાં મીટની કોઈપણ દુકાન નહીં ખૂલે, કડક કાર્યવાહી કરાવો, તેમનો બોલાવીને વાત કરો, કોઈપણ દુકાન નહીં ખૂલે.’

અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ‘સમાજવાદી પાર્ટી વિકાસ અને સમૃદ્ધી ઇચ્છે છે. અમે કનૌજમાં ભાઈચારાની સુગંધ ફેલાવી છે, જોકે ભાજપ નફરતની દુર્ગંધ ફેલાવી રહ્યું છે. હું કનૌજમાં સુગંધ ફેલાવનારાઓને કહીશ કે, ભાજપની દુર્ગંધને હટાવો, અત્યારે થોડી હટાવી છે, આગામી વખતે વધુ હટાવી દો, જેના કારણે કનૌજનો અટકેલો વિકાસ આગળ વધે. 

ઉલ્લેખનીય છે કે, નવારાત્રિ દરમિયાન ઉત્તર પ્રદેશ બાદ મધ્ય પ્રદેશમાં પણ મીટની દુકાનો બંધ કરાવવાની માંગ ઉઠી છે. ભાજપ ધારાસભ્ય રામેશ્વર શર્મા(BJP MLA Rameshwar Sharma)એ કહ્યું કે, ગંગા-જમનાની સંસ્કૃતિ માત્ર હિન્દુઓ પર જ કેમ લાગુ થાય છે?

આ પણ વાંચો : પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…
INDIA

વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

May 9, 2026
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
INDIA

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

May 9, 2026
Next Post
છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી | notorious money launders threaten to …

છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી | notorious money launders threaten to ...

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec…

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec...

દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res…

દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત, ઉત્કૃષ્ટ સેવા બદલ કરાયું સન્માન | Chandrak Medals aw…

ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત, ઉત્કૃષ્ટ સેવા બદલ કરાયું સન્માન | Chandrak Medals aw…

9 months ago
ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન, બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

9 months ago
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

9 months ago
10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ! | After 10 daughters a woman g…

10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ! | After 10 daughters a woman g…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News