મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ ટેરિફ મામલે ઘણા દેશો સાથે શરતી ડિલ કરવાની ફરજ પાડી રહ્યા હોઈ વૈશ્વિક વેપાર ઠપ્પ થવાના સંકેત અને ભારત તેમ જ અમેરિકા વચ્ચેની ટ્રેડ વાટાઘાટ અકળાવનારી હોઈ ફંડો, મહારથીઓ સાવચેતીમાં આજે ઉછાળે તેજીના વેપારમાંથી હળવા થયા હતા. આ ઉપરાંત કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામો પણ મિશ્ર ટ્રેન્ડ બતાવનારા હોવા સાથે કેટલીક કંપનીઓના પરિણામો નબળા જાહેર થવાની નેગેટીવ અસર સતત બજારમાં જોવાઈ હતી. સેન્સેક્સ આરંભમાં મજબૂતીએ ૩૩૭.૮૩ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૮૨૫૩૮.૧૭ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોની ઓટોમોબાઈલ, હેલ્થકેર, આઈટી, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલીએ નીચામાં ૮૨૧૧૦.૬૩ સુધી આવી અંતે ૧૩.૫૩ પોઈન્ટ ઘટીને ૮૨૧૮૬.૮૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ઉપરમાં ૨૫૧૮૨ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૫૦૩૫.૫૫ સુધી આવી અંતે ૨૯.૮૦ પોઈન્ટ ઘટીને ૨૫૦૬૦.૯૦ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૪૧૮ પોઈન્ટ ગબડયો : મધરસન, સોના બીએલડબલ્યુ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૧૭.૯૦ પોઈન્ટ ઘટીને ૫૩૪૧૧.૩૮ બંધ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૩.૫૦ તૂટીને રૂ.૯૭.૩૦, સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૪૭૩.૦૫, આઈશર મોટર્સ રૂ.૧૧૬.૯૦ તૂટીને રૂ.૫૪૪૨, ટાટા મોટર્સ રૂ.૧૪ ઘટીને રૂ.૬૭૩.૩૦, બજાજ ઓટો રૂ.૧૪૬ ઘટીને રૂ.૮૨૯૩.૪૫, ઉનો મિન્ડા રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૧૦૬૧.૧૫, બોશ રૂ.૬૨૬.૭૫ ઘટીને રૂ.૩૭,૭૯૦, હીરો મોટોકોર્પ રૂ.૬૮.૭૫ ઘટીને રૂ.૪૩૪૦.૯૫, ભારત ફોર્જ રૂ.૧૭.૪૦ ઘટીને રૂ.૧૨૦૪.૪૦, ટીવીએસ મોટર રૂ.૩૫.૨૦ ઘટીને રૂ.૨૮૦૦.૧૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૦.૪૫ ઘટીને રૂ.૨૧૧૩.૯૦ રહ્યા હતા.
સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૩ તૂટી રૂ.૪૧૦૦ : કેઈન્સ, એસ્ટ્રલ, કોચીન શિપ, જયોતી સીએનસી, ભેલ ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૨.૭૦ તૂટીને રૂ.૪૧૦૦.૧૦, કેઈન્સ રૂ.૧૧૮ ઘટીને રૂ.૫૭૮૧.૭૦, એસ્ટ્રલ રૂ.૨૯.૭૦ ઘટીને રૂ.૧૪૭૧.૨૦, કોચીન શિપયાર્ડ રૂ.૩૬.૬૦ ઘટીને રૂ.૧૮૪૧.૨૫, જયોતી સીએનસી રૂ.૧૮ ઘટીને રૂ.૧૦૫૭.૨૦, ભેલ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૨૫૦.૪૫, એબીબી ઈન્ડિયા રૂ.૮૧.૨૦ ઘટીને રૂ.૫૭૫૫.૦૫, ટીટાગ્રહ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૯૨૫.૭૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૧.૬૫ ઘટીને રૂ.૯૦૮.૫૫, કાર્બોરેન્ડમ રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૯૭૯ રહ્યા હતા.
પરાગ મિલ્ક ફૂડ નબળા પરિણામે રૂ.૧૦ તૂટયો : બજાજ કન્ઝયુમર, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ, ધામપુર સુગર ઘટયા
એફએમસીજી, સુગર શેરોમાં આજે ફંડોએ વેચવાલી કરી હતી. ભારતના ડેરી ઉદ્યોગને અમેરિકા માટે ખુલ્લો મૂકવાના ટ્રમ્પ સરકારના વધતાં દબાણને કારણે અને પરાગ મિલ્ક ફૂડ્સના નબળા પરિણામમાં કંપનીનો ત્રિમાસિક ચોખ્ખો નફો નજીવો એક ટકા જ વધતાં શેરમાં ફંડોના ઓફલોડિંગે રૂ.૧૦.૨૫ તૂટીને રૂ.૨૪૩.૩૫ રહ્યો હતો. બજાજ કન્ઝયુમર રૂ.૭.૫૫ ઘટીને રૂ.૨૩૭.૮૦, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૭૦ ઘટીને રૂ.૨૮૪.૨૫, ધામપુર સુગર રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૪૮.૬૦, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૩૭.૮૦ ઘટીને રૂ.૧૭૮૯.૯૦, ઝાયડસ વેલનેસ રૂ.૩૪.૮૦ ઘટીને રૂ.૨૦૫૮.૪૫, યુનાઈટેડ સ્પિરીટ રૂ.૨૨.૨૫ ઘટીને રૂ.૧૩૪૪.૦૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૩૦.૧૦ ઘટીને રૂ.૨૪૪૨.૭૫ રહ્યા હતા.
બ્લુજેટ રૂ.૧૦૧ તૂટી રૂ.૯૦૬ : ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા, ઓરોબિન્દો ફાર્મા, પિરામલ ફાર્મા, ગ્લેન્ડ ગબડયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બ્લુજેટ રૂ.૧૦૦.૬૫ તૂટીને રૂ.૯૦૬.૧૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૧૭.૨૦ ઘટીને રૂ.૪૭૭, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૬.૩૫ ઘટીને રૂ.૧૧૦૨.૧૦, પિરામલ ફાર્મા રૂ.૬.૩૫ ઘટીને રૂ.૨૦૫.૩૫, એનજીએલ ફાઈન રૂ.૩૩.૬૦ ઘટીને રૂ.૧૨૭૬.૧૫, ગ્લેન્ડ રૂ.૪૮.૨૦ ઘટીને રૂ.૧૯૬૩.૯૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૫૭.૪૦, બાયોકોન રૂ.૭.૪૫ ઘટીને રૂ.૩૮૭.૦૫, શેલબી રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૯૨.૮૦, અજન્તા ફાર્મા રૂ.૪૫.૫૦ ઘટીને રૂ.૨૭૩૦.૭૦, ન્યુલેન્ડ લેબ રૂ.૩૦૦.૬૫ ઘટીને રૂ.૧૩,૮૫૦, બ્લિસ જીવીએસ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૫૮.૮૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં સતત વધતું ઓફલોડિંગ : કંટ્રોલ પ્રિન્ટ, ઝેનસાર ટેકનોલોજી, બિરલા સોફ્ટ, ઈમુદ્રા ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ સતત બીજા દિવસે ઓફલોડિંગ કર્યું હતું. કંટ્રોલ પ્રિન્ટ રૂ.૩૪.૬૦ તૂટીને રૂ.૭૫૬.૨૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૩.૫૫ ઘટીને રૂ.૮૧૧.૪૦, બિરલા સોફ્ટ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૪૦૪.૫૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૬.૮૦ ઘટીને રૂ.૩૪૬.૫૦, ઈમુદ્રા રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૮૧૧.૬૫, સોનાટા સોફ્ટવેર રૂ.૭.૪૦ ઘટીને રૂ.૪૩૦.૮૫, સાસ્કેન રૂ.૧૯.૦૫ ઘટીને રૂ.૧૪૮૫, એમ્ફેસીસ રૂ.૩૨.૧૫ ઘટીને રૂ.૨૭૭૨.૩૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૮૪.૨૦ ઘટીને રૂ.૮૭૩૫, ઈન્ફોસીસ રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૧૫૭૦.૧૦ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં તેજીવાળા હળવા થયા : અનંતરાજ, ગોદરેજ પ્રોપર્ટીઝ, સિગ્નેચર, શોભા ડેવલપર્સ ઘટયા
દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પાછલા દિવસોમાં માંગના સળવળાટ બાદ ફરી માંગ ધીમી પડયાના અહેવાલ વચ્ચે આજે ફંડોએ રિયાલ્ટી શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૫૭૧.૩૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૨.૪૦ ઘટીને રૂ.૨૩૬૧, સિગ્નેચર રૂ.૨૦.૯૫ ઘટીને રૂ.૧૨૧૪.૩૦, શોભા ડેવલપર્સ રૂ.૨૭.૯૦ ઘટીને રૂ.૧૬૬૯.૦૫, ફિનિક્સ મિલ રૂ.૨૦ ઘટીને રૂ.૧૪૭૪.૦૫, બ્રિગેડ રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૧૦૯૦ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત ફંડો વેચવાલ : અદાણી ટોટલ ગેસ, એચપીસીએલ, બીપીસીએલ ઘટયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એકંદર સારા પરિણામ છતાં ફંડોની શેરોમાં સતત વેચવાલીએ રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૧૪૧૨.૮૦ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નરમાઈ તરફી રહી સાંજે બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૬૨ સેન્ટ ઘટીને ૬૮.૫૯ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૬૧ સેન્ટ ઘટીને ૬૬.૫૯ ડોલર નજીક રહ્યા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૬૪૬,૮૫, એચપીસીએલ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૩૨૯.૦૫, બીપીસીએલ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૩૪૦.૩૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧.૬૫ ઘટીને રૂ.૪૫૧.૬૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતું વેચવાલીનું દબાણ : ખેલંદાઓ હળવા થયા : ૨૨૩૧ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ઉછાળે આંચકા આવ્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ખેલંદાઓ અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ તેજીનો વેપાર વધુ હળવો કરતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૯૦ અને ઘટનારની સંખ્યા ૨૨૩૧ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૩૫૪૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૨૪૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૩૫૪૮.૯૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૮૦૪.૧૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૩૫૩.૦૬ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૨૩૯.૭૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૬૭૩.૩૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૪૩૩.૬૦ કરોડની વેચવાલી કરી હતી.