gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain Forecast : શહેરમાં ગત રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’

રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે હવામાન વિભાગે આગામી સમય માટે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.

5 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’

ઉપરોક્ત 9 જિલ્લા સિવાયના 5 જિલ્લા માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સાધારણથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સરેરાશ અઢી ઇંચ વરસાદ: શહેરમાં મોડીરાત ધડબડાટી બોલાવતાં ઘૂંટણસમા પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

અમદાવાદના આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ 

જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ઉપર પણ મોનસૂન ટ્રફ સક્રિય છે. ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 04 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન, પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…
GUJARAT

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

March 28, 2026
પંચમહાલ LCBની મોટી કાર્યવાહી, મકાઈની બોરીઓની આડમાં લઈ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Panchmahal LC…
GUJARAT

પંચમહાલ LCBની મોટી કાર્યવાહી, મકાઈની બોરીઓની આડમાં લઈ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Panchmahal LC…

March 28, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl…

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl...

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી | vadgam banaskan…

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી | vadgam banaskan...

સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો | heavy rain i…

સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો | heavy rain i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

7 months ago
VIDEO: કેરળમાં અકસ્માત જોઈ પ્રિયંકા ગાંધીએ અચાનક કાફલો અટકાવ્યો, ઈજાગ્રસ્તોની કરી મદદ | kerala road …

VIDEO: કેરળમાં અકસ્માત જોઈ પ્રિયંકા ગાંધીએ અચાનક કાફલો અટકાવ્યો, ઈજાગ્રસ્તોની કરી મદદ | kerala road …

11 months ago
ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓએ મુસાફરના સંબંધીને ખોવાયેલો મોબાઇલ પરત કર્યો

ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓએ મુસાફરના સંબંધીને ખોવાયેલો મોબાઇલ પરત કર્યો

8 months ago
જૈશ-તોયબાના વડા મથકો નામશેષ | Jaish headquarters turned to rubble in Indian strikes

જૈશ-તોયબાના વડા મથકો નામશેષ | Jaish headquarters turned to rubble in Indian strikes

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News