gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ | kheda …

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ | kheda …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kheda Rain update:  ખેડા જિલ્લામાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી હતી, જેના પગલે ખાસ કરીને મહેમદાવાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે સવારે 6 થી 12 વાગ્યાના માત્ર 6 કલાકના ગાળામાં મહેમદાવાદમાં સરેરાશ 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

મહેમદાવાદમાં જળબંબાકાર

મહેમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે માઈ મંદિર ગરનાળા, શ્રેયસ ગરનાળા અને ખોડિયાર માતા ગરનાળા જેવા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા પાણી

રાજ્યભરમાં વરસાદની સ્થિતિ

આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન રાજ્યના કુલ 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ પૈકી 95 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો.

6 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા

મહેમદાવાદ ઉપરાંત અમદાવાદ (દસક્રોઇ): 3.54 ઇંચ, અરવલ્લી (ભીલોડા): 3.19 ઇંચ, ખેડા (કઠલાલ): 3.07 ઇંચ, બનાસકાંઠા (કાંકરેજ): 2.52 ઇંચ, ડાંગ (વધઇ): 2.52 ઇંચ, પાટણ શહેર: 2.48 ઇંચ, ખેડા (નડિયાદ): 2.04 ઇંચ, નવસારી (વાસંદા): 2.24 ઇંચ, બનાસકાંઠા (વડગામ): 2.2 ઇંચ, અમદાવાદ (બાવળા): 2.09 ઇંચ, ડાંગ (સુબીર): 2.09 ઇંચ અને ખેડા (માતર): 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી

ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ 2 - image

ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ 3 - image

ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ 4 - image

ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યના 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’

રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે હવામાન વિભાગે આગામી સમય માટે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.

5 જિલ્લામાં ‘યલો એલર્ટ’

ઉપરોક્ત 9 જિલ્લા સિવાયના 5 જિલ્લા માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સાધારણથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુ ભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામા…
GUJARAT

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામા…

September 27, 2025
‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…
GUJARAT

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

September 27, 2025
સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp …
GUJARAT

સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp …

September 27, 2025
Next Post
10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST…

10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST...

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r...

હું કાશીનો સાંસદ છું, ઓમ નમઃ શિવાય સાંભળતા જ મારા રુંવાડા ઊભા થઈ જાય છે : PM મોદી | pm modi addresse…

હું કાશીનો સાંસદ છું, ઓમ નમઃ શિવાય સાંભળતા જ મારા રુંવાડા ઊભા થઈ જાય છે : PM મોદી | pm modi addresse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો

6 months ago
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar’s bail application in Rs 46 cr…

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar’s bail application in Rs 46 cr…

2 months ago

મધમાં આ વસ્તુ મિક્સ કરીને ખાશો તો થશે ચમત્કારીક ફાયદા, બસ સમયનું ખાસ ધ્યાન રાખજો | Benefits of eating black pepper with honey weight loss to healthy skin know more

3 months ago
મહિલાના નામે એકાઉન્ટ ખોલાવી રૂ. 24.80લાખનું ટ્રાન્ઝેકશન કર્યું | An account was opened in the name o…

મહિલાના નામે એકાઉન્ટ ખોલાવી રૂ. 24.80લાખનું ટ્રાન્ઝેકશન કર્યું | An account was opened in the name o…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News