gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ | Stampede at famous Mansa De…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ | Stampede at famous Mansa De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

વીજળીનો તાર પડતા કરંટ લાગવાની અફવા બાદ ધક્કામુક્કી થઇ હતી, મૃતકોમાં બાળકો-વૃદ્ધોનો સમાવેશ

હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરે ધક્કામુક્કીમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઇ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમના પર વીજળીનો તાર પડવાની અફવા ફેલાઇ હતી, જેને પગલે બાદમાં તમામ શ્રદ્ધાળુઓ જીવ બચાવવા માટે ધક્કામુક્કી કરીને ભાગવા લાગ્યા. આ નાસભાગમાં આઠ લોકોએ જીવ ગૂમાવ્યો છે જ્યારે અન્ય ૩૫થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે. જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો છે. 

હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્રસિંહ દોબલે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વીજળીનો ચાલુ તાર પડવાની અફવાથી નાસભાગ થઇ હતી. તેમ છતા અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. આશરે ૩૫ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. ઘટનામાં ઇજાગ્રસ્ત એક શ્રદ્ધાળુએ કહ્યું હતું કે મંદિરથી માત્ર ૨૫ પગથીયા દૂર ટોળુ કાબુ બહાર જતુ રહ્યું હતું. જેને કારણે હું અને અન્ય ૧૦થી ૧૨ જેટલા શ્રદ્ધાળુઓ એકબીજા પર પડયા હતા. મારા પરિવારના બે લોકો હજુ પણ ગૂમ છે. જે આશરે આઠ લોકો માર્યા ગયા છે તેમાં બે ૬૦ વર્ષથી વધુ વયના, એક છ વર્ષનું બાળક, અને અન્ય યુવા વયના લોકોનો સમાવેશ થાય છે. સવારે આશરે નવ વાગ્યાની આસપાસ શ્રદ્ધાળુઓ મંદિરના પગથીયા ચડી રહ્યા હતા એ સમયે જ કોઇએ અફવા ફેલાવી દીધી કે કરંટ લાગ્યો છે, વીજળીનો તાર પડયો. પછી ભીડ બેકાબુ થઇ ગઇ અને એકબીજાને કચડીને આગળ વધી ગઇ. ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મૃતકોના પરિવારને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ મનસા દેવી ટ્રસ્ટના અધ્યક્ષ મહંત રવીંદ્ર પુરીએ કહ્યું હતું કે મંદિરની અંદર કોઇના લપસી જવાને કારણે આ નાસભાગ થઇ હતી, વીજળીનો તાર પડવાની અફવાને કારણે નહીં. તેમ છતા પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિતના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.       

આ વર્ષે ધક્કામુક્કીની ચાર મોટી ઘટનાઓ 

નવી દિલ્હી: ૨૯ જાન્યુઆરી : પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસના ધક્કામુક્કી થઇ હતી, જેને કારણે ૩૦ લોકોના મોત થયા હતા. અને અન્ય ૬૦ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. 

૧૬ ફેબુ્રઆરી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહાકુંભના શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઇ હતી. જે દરમિયાન અચાનક જ નાસભાગ થઇ હતી, જેમાં ૧૮ લોકોના મોત નિપજ્યા હતા અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

૩ મે : ગોવાના શ્રી લૈરાઇ દેવી મંદિરમાં આ વર્ષે જ મે મહિનામાં નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. મંદિરમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન આ ઘટના બની હતી.  

૪ જૂન : બેંગલુરુમાં આઇપીએલ વિજેતા ટીમની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ધક્કામુક્કીમાં ૧૧ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા’, સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ | Ladakh V…
INDIA

‘ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા’, સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ | Ladakh V…

September 27, 2025
RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર | RBI…
INDIA

RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર | RBI…

September 27, 2025
લદાખ હિંસા: ત્રણ દિવસ બાદ લેહમાં કરફ્યુમાં છૂટ અપાઈ, વાંગચુકના પાકિસ્તાન કનેક્શનની તપાસ શરૂ | Ladakh…
INDIA

લદાખ હિંસા: ત્રણ દિવસ બાદ લેહમાં કરફ્યુમાં છૂટ અપાઈ, વાંગચુકના પાકિસ્તાન કનેક્શનની તપાસ શરૂ | Ladakh…

September 27, 2025
Next Post
ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow...

ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર | Waterlogging due to gaps in canal near Ja…

ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર | Waterlogging due to gaps in canal near Ja...

રહેણાંક વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે રહિશો ત્રાહીમામ | Residents suffer due to lack of clea…

રહેણાંક વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે રહિશો ત્રાહીમામ | Residents suffer due to lack of clea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું | Humans are still smarter than AI outpacing…

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું | Humans are still smarter than AI outpacing…

2 months ago
‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

4 months ago
રાજકોટમાં ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી | In Rajkot a father himself made his 1…

રાજકોટમાં ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી | In Rajkot a father himself made his 1…

2 months ago
રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto…

રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News