gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત | Guja…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત | Guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર ખાતે થોડા દિવસો અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ગુજરાત ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોર સહિતના ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતા નવો વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ વિક્રમ ઠાકોરે એક સંમેલન યોજ્યું હતું, જેમાં તેમણે પોતાની વ્યથા કહી હતી. જો કે, ત્યારબાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકારે વિધાનસભામાં વિક્રમ ઠાકોર સહિત 1000થી વધુ કલાકારોને ગૃહ કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા હતા, પરંતુ વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વિક્રમ ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

કેજરીવાલ સાથે શું થઈ વાતચીત?

ગુજરાતી ફિલ્મજગતના કલાકાર વિક્રમ ઠાકોર રાજનીતિમાં ઝંપલાવે તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી મારફતે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન વિક્રમ ઠાકોરને કેજરીવાલે મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર ખુદ વિક્રમ ઠાકોરે કર્યો હતો. જોકે, વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘કેજરીવાલનો ફોન મારા પર આવ્યો હતો અને તેમણે મને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે રાજનીતિમાં જોડાવા માટે નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.’

વિક્રમ ઠાકોરે રાજનીતિમાં આવવા અંગે કરી સ્પષ્ટતા

વિક્રમ ઠાકોરે જણાવ્યુ હતું કે, ‘હા મને આપના અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો હતો. તેમણે મારા ખબર અંતર પૂછ્યા હતા. સાથે દિલ્હી જવાનું થાય તો મળવા માટેનું આમંત્રણ પણ આપ્યું છે. મને દરેક પાર્ટીના નેતાઓના ફોન આવતા હોય છે. હાલ મારો ઈરોદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી. હું કલાકાર છું, તમામ પાર્ટી મારા માટે એક સમાન છે.’

વિધાનસભામાં ન જવાનું શું હતું કારણ?

વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ‘ગુજરાત સરકાર દ્વારા અમુક કલાકારોને જ આમંત્રણ અપાયું હોવાનો મુદ્દો મેં ઉઠાવ્યો હતો. મારી લડત પછી સરકારે તમામ કલાકારોને બોલાવ્યા હતા. હવે હું જાઉં તો બધાને એમ લાગે કે આમને સન્માન જોતું હતું એટલે આવું બધું કર્યું. આથી હું ન ગયો. સાથે જો આગામી દિવસોમાં મુખ્યમંત્રી કે અન્ય કોઈ નેતાને મળવાનું આમંત્રણ મળશે તો હું ચોક્કસ જઈશ.’

શું હતો સમગ્ર મામલો?

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતાં અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા….’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…
GUJARAT

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…

February 12, 2026
આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…
GUJARAT

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

February 12, 2026
વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …
GUJARAT

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …

February 12, 2026
Next Post
નેપાળમાં રાજાશાહીની માંગ સાથે ભયંકર હિંસા: સેના રસ્તા પર ઉતરી, અનેક વિસ્તારોમાં કરફ્યુ | Protest Dem…

નેપાળમાં રાજાશાહીની માંગ સાથે ભયંકર હિંસા: સેના રસ્તા પર ઉતરી, અનેક વિસ્તારોમાં કરફ્યુ | Protest Dem...

12 વર્ષની માગ બાદ રાજ્યના HTAT બદલી નિયમોમાં કરાયો સુધારો, શિક્ષણ વિભાગે સુધારા ઠરાવ બહાર પાડ્યો | G…

12 વર્ષની માગ બાદ રાજ્યના HTAT બદલી નિયમોમાં કરાયો સુધારો, શિક્ષણ વિભાગે સુધારા ઠરાવ બહાર પાડ્યો | G...

ભારતની સંરક્ષણ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસીયત | I…

ભારતની સંરક્ષણ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસીયત | I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે બે એકાઉન્ટ ખોલાવ્યા | Two accounts opened for cyber fraud m…

સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે બે એકાઉન્ટ ખોલાવ્યા | Two accounts opened for cyber fraud m…

2 months ago
રાણા સાંગા પર ટિપ્પણી કરનારા સાંસદના ઘરે કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ | Karni Sena attacks h…

રાણા સાંગા પર ટિપ્પણી કરનારા સાંસદના ઘરે કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ | Karni Sena attacks h…

11 months ago
શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

4 months ago
આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go…

આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News