અમદાવાદ, શુક્રવાર,1 ઓગસ્ટ, 2025
સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન
ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે.જે પૈકી ૧૬ જંકશન ઉપર કેમેરા લગાવવાની કામગીરી શરુ
કરાઈ છે.એ.પી.એમ.સી.વાસણા,સી.એન.વિદ્યાલય
અને વાઘબકરી જંકશન ઉપર કેમેરા કાર્યરત કરી દેવાયા છે.
સ્માર્ટસિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા વર્ષ-૨૦૧૮થી
જે તે સમયે પોલીસ વિભાગ અને કોર્પોરેશનની જરુરીયાત મુજબ ૬ હજાર સી.સી.ટી.વી.કેમેરા
ઈન્સ્ટોલ કરાયા હતા.શહેરના વધતા વિસ્તાર અને વઘતા ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમા લઈ નવા
૧૦૦ જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે.કોર્પોરેશન દ્વારા સી.સી.ટી.વી.કેમેરાનો
ઉપયોગ કરીને રોડ ઉપર રખડતા ઢોર, રોડ ઉપર પડેલા ખાડા
સહીતની ફરિયાદોનો નિકાલ કરાઈ રહયો છે.પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ
બદલ ઈ-મેમો અપાઈ રહયા છે.ગુનાહીત તત્વોને પકડવામા પણ પોલીસ આ કેમેરાનો ઉપયોગ કરી રહી
છે.પોલીસ દ્વારા કરાયેલી ભલામણને ધ્યાનમા લઈ એસ.જી.હાઈવે, નાના ચિલોડા, સાબરમતી રિવરફ્રન્ટ
સહીતના સ્થળોએ સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે. આ કેમેરા એ.આઈ.ટેકનોલોજી આધારીત હોવાથી
વાહન ચાલક જો ત્રિપલ સવારી જતા હોય,
રોંગસાઈડ જતા હોય અથવા તો હેલ્મેટ પહેર્યુ ના હોય તેવા કીસ્સામા મેમો જનરેટ થઈ
શકશે.આ ઉપરાંત વરસાદી પાણી ભરાવા,
દબાણો ઉભા થવા જેવી બાબતોની ફરિયાદ સીધી મળી શકશે.
આ મહત્વના જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે
–આઈ.આઈ.એમ.બ્રિજના
પશ્ચિમ છેડે
–ભાડજ
સર્કલ
–એસ.પી.રીંગ
રોડ,કદંબ
બંગલો પાસે
–એસ.પી.રીંગ
રોડ, ગ્રીનવુડ
કટ પાસે
–છારોડી
મલબારી કાઉન્ટી-૧ ચાર રસ્તા ઉપર
–વંદેમાતરમ
ચાર રસ્તા
–ગોતા
તળાવ ત્રણ રસ્તા
–શુકનમોલ
ચાર રસ્તા,સાયન્સ
સિટી
–ડમરુ
સર્કલ,ઘાટલોડીયા
–સુભાષ
ચોક,ગુરુકુળ
રોડ
–સંજીવની
હોસ્પિટલ, ત્રણ
રસ્તા,વસ્ત્રાપુર
–રિવરફ્રન્ટ
પૂર્વના તમામ પોઈન્ટ ઉપર
–અંબર
ટાવર
–મકરબા
ચાર રસ્તા
–શાંતિપુરા
સર્કલ
–જીવરાજપાર્ક
ચાર રસ્તા