gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરની ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ | amr…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરની ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ | amr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Lion Cubs Death Case : અમરેલી જિલ્લામાં એક પછી એક બાળ સિંહોના મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર ઘટનાને પગલે રાજ્યભરમાંથી ઘેરા પ્રત્યાઘાતો પડતાં ગાંધીનગરથી વન વિભાગની એક ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ધોરણે તપાસ માટે અમરેલી પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહની આગેવાનીમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમની સાથે જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (CCF) રામરતન નાલા પણ તપાસમાં જોડાયા છે. આ ટીમ હાલ જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી છે, જ્યાં બાળ સિંહોના મૃત્યુ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળ સિંહોના મોતનું કારણ એનિમિયા અને ન્યુમોનિયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક કક્ષાએ એવી વાતો વહેતી થઈ હતી કે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ આ મૃત્યુ પાછળના સાચા કારણો છુપાવી રહ્યા છે. આ વાતને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ ખુદ તપાસ માટે દોડી આવ્યા છે.

આ ઘટનાએ વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઉચ્ચ સ્તરીય તપાસથી બાળ સિંહોના મોત પાછળનું સાચું કારણ બહાર આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવી અપેક્ષા છે. હાલ સમગ્ર વન વિભાગમાં ભારે ખળભળાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા

ભાજપના ધારાસભ્યોએ પત્ર લખી વનવિભાગની કામગીરી સામે સવાલો કર્યા

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવો બાદ વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી વનવિભાગની નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. આ અગાઉ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વનવિભાગ સામે પત્ર લખી રજૂઆત કરી હતી.

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો

રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહણના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ વન વિભાગ દ્વારા સિંહણનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું પુષ્ટિ આપવામાં આવી છે.

આ પણ વાંચો: સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

વર્ષ 2024માં સૌથી વધુ સિંહોના મોત

માર્ચ મહિનામાં વિધાનસભાનાં સત્રમાં વનમંત્રી દ્વારા સિંહોનાં મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ વર્ષ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ સિંહોનાં મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે સીડીવી તથા બેબેસીયા નામનો ગંભીર રોગ આવ્યો ત્યારે પણ 165 સિંહોનાં મોત થયા ન હતા પરંતુ છેલ્લા વર્ષમાં સિંહોના સૌથી વધુ મોતના આંકડાએ સરકાર અને વન વિભાગને ચોંકાવી દીધા હતા.

ખુલ્લા કૂવા અને વીજ કરંટ સૌથી વધુ જોખમી

ખુલ્લા કૂવામાં પડવાથી, વીજ કરંટ લાગવાથી, ટ્રેન અકસ્માતમાં, રોડ અકસ્માતમાં, બીમારી સબબ સિંહોના મોત થાય તો તેને અકુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ અકુદરતીમાં વીજ કરંટ લાગવાથી તથા ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહો મોતને ભેટી રહ્યા છે. સિંહો સૌથી વધુ સલામત અને તેમની સતત વધતી વસ્તીનું સરકાર અને વન વિભાગ ગૌરવ લે છે પરંતુ સિંહો પર ખરા અર્થમાં અનેક સંકટ મંડરાયેલા છે જ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…
GUJARAT

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…

May 9, 2026
જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…
GUJARAT

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…

May 9, 2026
વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…
GUJARAT

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

May 9, 2026
Next Post
સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness...

ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધ…

ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધ...

સ્પાઇસજેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર યાત્રીનો નિર્દયતાપૂર્વક હુમલો, ગંભીર ઈજાઓ પહોંચી | SpiceJet Passenge…

સ્પાઇસજેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર યાત્રીનો નિર્દયતાપૂર્વક હુમલો, ગંભીર ઈજાઓ પહોંચી | SpiceJet Passenge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું | shubhanshu shukla land…

અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું | shubhanshu shukla land…

9 months ago
બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર | Bitcoin continues to tumble: Price falls be…

બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર | Bitcoin continues to tumble: Price falls be…

6 months ago
ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

9 months ago
પાટડીમાં ફરજિયાત ‘સ્માર્ટ મીટર’નો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ | Outrage against PGVCL for insisti…

પાટડીમાં ફરજિયાત ‘સ્માર્ટ મીટર’નો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ | Outrage against PGVCL for insisti…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News