Passenger Attacks on SpiceJet Staff Members: શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઇસજેટના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, 26 જુલાઈ 2025ના દિવસે બનેલી આ ઘટનામાં એરલાઇન્સના ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે..
આ મામલે સ્પાઇસજેટના પ્રવક્તાએ કહ્યું કે, ’26 જુલાઈ 2025ના દિવસે, શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG-386ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઇસજેટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો. અમારા કર્મચારીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા અને લાઇનમાં ઊભા રાખી દેવાયા હતા, જેના કારણે કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું અને એક કર્મચારીને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી.’
આ પણ વાંચોઃ 1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ…. ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત
ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવાયા
એરલાઇન્સે જણાવ્યું હતું કે, સ્પાઇસજેટનો એક કર્મચારી જમીન પર બેભાન થઈ ગયો હતો, પરંતુ મુસાફરે બેભાન કર્મચારીને લાતો, મુક્કા મારવાનું શરૂ રાખ્યું હતું. આ દરમિયાન, બીજો કર્મચારી તેના બેભાન સાથીદારને મદદ કરવા માટે નીચે ઝૂકી ગયો, ત્યારે આ શખસે તેને જડબા પર જોરથી લાત વાગી, જેના કારણે તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મુસાફર જબરદસ્તી એરોબ્રિજમાં ઘૂસી ગયો
સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક મુસાફર જે એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, કુલ 16 કિલો વજનના બે કેબિન સામાન લઈને જઈ રહ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં બમણાથી વધુ હતો. જ્યારે તેને વધારાના સામાન વિશે નમ્રતાપૂર્વક જાણ કરવામાં આવી અને લાગુ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે મુસાફરે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં ઘુસી ગયો- જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
આ પણ વાંચોઃ અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા
પોલીસ ફરિયાદ કરાઈ દાખલ
ત્યારબાદ CISFનો એક અધિકારીએ તેને ગેટ પર પાછો લઈ ગયો. ગેટ પર, મુસાફરનું વર્તન વધુ આક્રમક થઈ ગયું અને તેણે સ્પાઇસજેટના ચાર ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો પર હુમલો કર્યો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એરલાઇને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર આ મુસાફરને નો-ફ્લાઇ લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સ્પાઇસજેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને પોતાના કર્મચારી પર થયેલા હુમલાની જાણ કરી છે અને મુસાફર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. એરલાઇને એરપોર્ટ અધિકારીઓ પાસેથી ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસને સોંપી દીધા છે.