gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

અમદાવાદ જિલ્લાના ધોળકામાં સાત મહિનાની બાળકીના અપહરણ કેસમાં  ગ્રામ્ય પોલીસે કરેલી તપાસમાં બાળકોના આંતર રાજ્ય તસ્કરીના મોટા કૌભાંડના પર્દાફાશ થયો હતો. આ કેસમાં મનીષા સોંલકી નામની યુવતી મુખ્ય માસ્ટર માઇન્ડ હતી અને તેણે અત્યાર સુધીમાં ચાર બાળકોનું અપહરણ કરીને  હૈદરાબાદ અને મુંબઇમાં એજન્ટો સાથે મળીને નિસંતાન દંપતિ સાથે સોદો કર્યો હતો.  ધોળકામાં બાળકીનું અપહરણ કરવા માટે તેણે બિનલ અને જયેશ રાઠોડની મદદ લીધી હતી. જો કે ઔરંગાબાદમાં એજન્ટ નિસંતાન દંપતિને બાળક પહોંચતું કરવામાં આવે  તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામને ઝડપીને બાળકીને સલામત રીતે છોડાવી હતી. આતંરરાજ્ય કૌભાંડમાં દેશમાં ચાલતા બાળ  તસ્કરીના સૌથી મોટા કૌભાંડનો  ખુલાસો થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ધોળકાના કલીકુંડ વિસ્તારમાં સાત મહિનાની બાળકીનું શ્રીરામ કોમ્પ્લેક્સ પરથી અપહરણ થવાના મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલીને માસ્ટર માઇન્ડ મહિલા સહિત ચાર લોકોની ઔરંગાબાદથી ધરપકડ કરીને બાળકીને સલામત રીતે છોડાવવાની સાથે બાળ તસ્કરીના આતંર રાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે માહિતી આપતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે ધોળકામાં રહેતી મનીષા સોંલકી આ કેસની મુખ્ય માસ્ટર માઇન્ડ છે અને બિનલને પણ તેણે આ કૌભાંડમાં સામેલ કરી હતી. મનીષા આઇવીએફ પ્રોસેસ માટે સ્ત્રી બીજ દાન કરતી હતી. જેમાં તેને  ૨૫ હજાર સુધીની રકમ મળતી હતી. બિનલ આઇવીએફ હોસ્પિટલમાં નોકરી કરવાની સાથે બે વાર સ્ત્રીબીજ દાન કરી ચુકી હતી. પરંતુ, મનીષા સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સ્ત્રીબીજ દાન કરતી મહિલાઓ અને તેમના માટે વચેટીયા તરીકે કામ કરતા લોકોના પરિચયમાં હતી.

મનીષાને કેટલાંક એજન્ટો દ્વારા ઓફર કરવામાં આવી હતી કે કેટલાંક નિસંતાન દંપતિ આઇવીએફની પ્રોસેસ કરવાને બદલે  નવજાત શીશુ થી માંડીને છ મહિના સુધીના બાળકોની ખાસ ડીમાન્ડ કરે છે. જેમાં મનીષાના બે થી ત્રણ લાખ મળતા હોવાથી તેણે અગાઉ ચાર બાળકોના અપહરણ કર્યા હતા. જેમાં હૈદરાબાદમાં ત્રણ અને મુંબઇમાં એક બાળકને એજન્ટને સોંપ્યુ હતું. 

 જ્યારે મુળ નાસિકમાં રહેતા એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપે મનીષાને કોલ કરીને બાળકની માંગણી કરી હતી. જેથી મનીષાએ  બિનલની મદદ લીધી હતી અને તેણે જયેશને પણ બોલાવ્યો હતો.  જયેશે  તેમની સાથે ત્રણ દિવસ રેકી કરીને  કલીકુંડ પાસેથી બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી નક્કી થયા મુજબ સવારે બાળકને લઇને મનીષા, બિનલ અને જયેશ અમદાવાદથી ૨૦ કલાક બાદ ઔરંગાબાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાળકને જગતાપને સોંપી દીધું હતું.  પરંતુ, પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ ફોન લોકેશનના આધારે  ઔરંગાબાદની ક્રાઇમબ્રાંચની મદદ લઇને અગાઉથી તમામને ટ્રેક કરીને ઝડપી લીધા હતા અને અમદાવાદથી પોલીસની ટીમને ત્યાં મોકલીને બાળકીને સલામત છોડાવવાની સાથે તમામને ઝડપી લીધા હતા. 

મનીષા  દ્વારા અગાઉ અપહરણ કરાયેલા બાળકો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં તેણે અગાઉ ક્યા એજન્ટો માટે બાળકોના અપહરણ ક્યા વિસ્તારમાંથી  કર્યા છે?  તે અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.ત્યારે આ કેસમાં આગામી સમયમાં બાળ તસ્કરીના અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

મનીષા સોંલકીના પતિની પણ બાળ તસ્કરી કેસમાં સંડોવણી

પોલીસે મનીષા સોંલકીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે ધોળકામાં બાળકીના અપહરણમાં મનીષાના પતિ મહેશ સોંલકીની પણ સંડોવણી હતી. સાથે સાથે તેણે અગાઉ અપહરણ કરાયેલા બાળકોના કેસમાં પણ મનીષાને સાથ આપ્યો હતો. જેથી પોલીસે આ કેસમાં તેને આરોપી બનાવીને ધરપકડ કરી હતી.

અન્ય ચાર બાળકોની તસ્કરી અંગે તપાસ શરૂ

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધોળકાની બાળકીના અપહરણનો ભેદ ઉકેલ્યો હતો. પરંતુ, મનીષાએ અન્ય ચાર બાળકોની તસ્કરી કરી હોવાનું સામે આવતા હવે આ મામલે પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી છે. જે માટે મુંબઇ અને હૈદરાબાદ પોલીસનો સંપર્ક કરીને મનીષા સોંલકીને સાથે રાખીને તપાસ કરવામાં આવશે.

 પોલીસની ચાર ટીમ દ્વારા  કલાકોનું મોનીટરીંગ કરીને  સમગ્ર ઓપરેશન પાર પડાયું

ધોળકામાં બાળ તસ્કરીનો મામલો સામે આવતા જ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે કેસ ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિને સમગ્ર કેસ અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરવા માટે સુચના આપી હતી. જેથી કુલ ચાર ટીમ બનાવવામા ંઆવી હતી. જેમા ંધોળકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે ડી ડાંગરવાલાની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર એન કરમિટીયા અને એસઓજીના પીઆઇ એસ એન રામાણી તેમજ ધોળકા ડીવીઝનની એક ટીમ હતી. આ ટીમના ૩૦ થી વધુ કર્મચારીઓએ સતત ૩૦ કલાકથી વધુ સતત કામ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું.

 બાળકોની ઉમરના પ્રમાણમાં નાણાં નક્કી થતા હતા

બાળ તસ્કરી કરતી ગેંગની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે એજન્ટો બાળકોની ઉમર પ્રમાણે નાણાં આપતા હતા. જેમાં નવજાત બાળક  હોય તો તેના માટે બાળકોનું અપહરણ કરનાર મહિલાને ચાર લાખ રૂપિયા આપતા હતા. જ્યારે છ મહિનાથી નવ મહિનાનું બાળક હોય તો તેને દોઢથી બે લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

 મનીષાની માફક  અનેક મહિલાઓ બાળ તસ્કરીમાં સક્રિય હોવાની શક્યતા

પોલીસે  મનીષા સોંલકીના વોટ્સએપ ડીટેઇલ અને બાબતો તપાસી ત્યારે જાણવા મળ્યું હતું કે તે દેશના વિવિધ રાજ્યોમાં સ્ત્રી બીજ દાન કરતી મહિલાઓ સાથે સંપર્કમાં રહેતી હતી અને  સ્ત્રીબીજ માટે કામ કરતા એજન્ટો સાથે પણ નિયમિત વાત કરતી હતી.  એજન્ટો પાસે નિસંતાન દંપતિની વિગતો હોવાથી તે મનીષાની માફક અન્ય મહિલાઓને પૈસાની લાલચ આપીને સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં બાળતસ્કરીનું રેકેટ ચલાવતા હોવાની વિગતો  મળી છે.  જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel...

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas...

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને અનેક લોકોને છેતરનાર બોગસ જ્યોતિષની ધરપકડ | khadia police nabbed tantrik…

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને અનેક લોકોને છેતરનાર બોગસ જ્યોતિષની ધરપકડ | khadia police nabbed tantrik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

9 months ago
ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

1 year ago
1500 કરોડના કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે FIR, મોટા માથા સંડોવાયેલા…

1500 કરોડના કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે FIR, મોટા માથા સંડોવાયેલા…

6 months ago
1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh…

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News