gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલના બીલીયાળા ગામે વાડીમાં વીજ કરંટથી પિતા-પુત્રનાં કરૂણ મોત | Father and son tragically die of e…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
ગોંડલના બીલીયાળા ગામે વાડીમાં વીજ કરંટથી પિતા-પુત્રનાં કરૂણ મોત | Father and son tragically die of e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાડીની ઓરડીમાં પાણીની ઇલે. મોટર ચાલુ કરવા જતાં બનાવ

બે બહેનોના એકના એક ભાઇનું રક્ષાબંધન પૂર્વે મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત ઃ યુવાન રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતો હતો

ગોંડલ: ગોંડલથી ૮ કિ.મી. દૂર બીલીયાળાની સીમમાં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વેળા પિતા-પુત્રને વીજ કરંટ લાગતાં બન્નેનાં ઘટનાસ્થળે મોત થયા હતાં. બે બહેનો વચ્ચે એકના એક ભાઈનું રક્ષાબંધન પૂર્વે આકસ્મિક મોત થતા પરિવારમાં હૈયાફાટ રૂદન સાથે શોક છવાયો છે. ઘટનામાં પરિવારે તેના મોભી પણ ગુમાવ્યા હોઈ નાનું એવું બીલીયાળા ગામ શોકમગ્ન બન્યું હતું. 

પ્રાપ્ત વિગત મુજબ બીલીયાળા રહેતા ભીખાભાઈ ભવાનભાઇ હિરપરા (ઉ.વ.૫૫) અને તેમનો પુત્ર ક્રીશ (ઉ.વ.૧૯) નિત્યક્રમ મુજબ સાંજે પોતાની વાડીએ ગયા હતા. વાવણી કરી હોઈ મોલાતને પાણી પીવડાવવા માટે વાડીની ઓરડીમાં જઇ પાણીની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને જોરદાર વીજ કરંટ લાગતાં બન્ને ફંગોળાયા હતા અને ઘટના સ્થળે જ બન્નેનાં મોત નિપજ્યાં હતાં. મોડી સાંજ થવા છતા પિતા-પુત્ર ઘરે પરત નહી ફરતા ભીખુભાઈનાં પત્નીએ વારંવાર મોબાઇલ કરવા છતા માત્ર રિંગ વાગતી હતી, જેથી કંઇક અજુગતુ બન્યાની શંકાએ પાડોશમાં રહેતા ભરતભાઈને જાણ કરતા તેઓ વાડીએ દોડી ગયા હતાં અને પિતા-પુત્રને મૃત હાલતમાં જોતા તેમણે સગા સબંધીઓને જાણ કરી હતી.

બનાવનાં પગલે બીલીયાળાનાં સરપંચ, યુવા અગ્રણી ગણેશભાઈ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ઉઠયા હતા અને પોલીસને જાણ કરી હતી. પિતા-પુત્રનાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની કરુણતા એ હતી કે પાંચ દિવસ પછી રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે તે પહેલા બે બહેનોનો લાડકવાયો ભાઈ અને પરિવારનો આધારસ્તંભ ક્રિશનું મૃત્યુ થતા બહેનો સહિત પરિવાર હતપ્રભ બન્યો હતો. ઉપરાંત, પરિવારનાં મોભી ભીખાભાઈનું પણ મોત નિપજ્યુ હોવાથી પિતા-પુત્રનાં અકાળે મૃત્યુથી પરિવાર નોંધારો બન્યોછે.

ભીખુભાઈ ખેતીકાર્ય કરતા હતા, પુત્ર ક્રિશ બીબીએનો વિદ્યાર્થી હતો

ભીખુભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં બે પુત્રીઓ અને એક પુત્ર ક્રીશ હતો. ક્રિશ રાજકોટની આત્મિય કોલેજમાં બીબીએનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ થતા પીજીવીસીએલ સ્ટાફ તથા તાલુકા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c…
GUJARAT

June 15, 2026
જામનગરથી બાલાચડી બીચ પાસે દરિયામાં ન્હાવા ગયેલા શ્રમિક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ | A young labo…

જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી…

Next Post
ઉ.પ્ર.માં એસયુવી  કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 9 સહિત 11નાં મોત

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા | PCI president raided

ઉ.પ્ર.માં એસયુવી કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 9 સહિત 11નાં મોત | 11 people including 9 from the sa…

ઉ.પ્ર.માં એસયુવી કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 9 સહિત 11નાં મોત | 11 people including 9 from the sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય, અમે ખુદ 140 કરોડ: સુપ્રીમ કોર્ટ | ‘India is no…

1 year ago
સુપ્રીમે જ કાયદા ઘડવાના હોય તો સંસદને તાળા મારી દો : ભાજપ સાંસદ | If the Supreme Court wants to make…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

2 months ago
મોંઘવારીનો ડામ! મધર ડેરીએ દૂધના ભાવમાં લિટરે 2 રુપિયાનો વધારો ઝીંક્યો | mother dairy hikes milk pric…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News