Fastag Collections State Ranking: ગુજરાતમાં વાહનચાલકોએ ફાસ્ટેગથી ચાર વર્ષમાં રૂપિયા 84.46 કરોડની રકમ ચૂકવી છે. ચાર વર્ષના આ સમયગાળામાં ફાસ્ટેગથી વાહનચાલકોએ સૌથી વધુ રકમ ચૂકવી હોય તેમાં તમિલનાડુ 126 કરોડ સાથે મોખરે, ઉત્તર પ્રદેશ 119 કરોડ સાથે બીજા ક્રમે અને કર્ણાટક 112 કરોડ સાથે ત્રીજા સ્થાને છે.
ફાસ્ટેગથી સૌથી વધુ રકમ ચૂકવવામાં તામિલનાડુ 126 કરોડ સાથે મોખરે, ગુજરાત ટોપ-ફાઇવમાં નહીં
ઉલ્લેખનીય છે કે,નેશનલ હાઇવે પર વારંવાર મુસાફરી કરવાની થતી હોય અને દર વખતે ટોલ પર કાર રોકવી તમને ઝંઝટ લાગે છે, તો તેમના માટે 15 ઓગસ્ટથી રાહતના સમાચાર છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે 15 ઓગસ્ટથી આ સુવિધા શરૂ કરશે. જેમાં તમે માત્ર 3000 રૂપિયા ચૂકવીને આખું વર્ષ કે 200 ટ્રીપ સુધી નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર ટોલ-ફ્રી યાત્રા કરી શકશો. આ નવા પાસથી સમય બચવાની સાથે તમારે દર વખતે ફાસ્ટેગથી રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકશો.
આ પણ વાંચો: સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે
ફાસ્ટેગથી પ્રતિ દિવસે સરેરાશ રૂ. 7.55 લાખનું ટ્રાન્ઝેક્શન
આ ઉપરાંત ફાસ્ટેગના દુરુપયોગ સામે પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. એનએચએઆઈના કડક નિયમમાં કહેવાયું છે કે, ‘જો વાહનની વિંડશીલ્ડ પર યોગ્ય રીતે ફાસ્ટેગ લગાવેલું નહીં હોય અને વાહન ચાલક ફાસ્ટેગ હાથમાં લઈને કે પછી ડેશબોર્ડ પર રાખેલા સ્કેનર પર સ્કેન કરવાનો પ્રયાસ કરશે તો તેનું ફાસ્ટેગ કોઈપણ ચેતવણી આપ્યા વગર આપોઆપ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.