![]()
Jamnagar Gambling Raid : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે શ્રાવણિયા જુગાર પર દરોડા અવિરત રાખ્યા છે. પોલીસે જિલ્લામાં બુટાવદર, નાના પાંચદેવડા, તારાણા, અલિયા, દરેડ, સિક્કા, ગોલણિયા અને રામપર સહિત કુલ આઠ સ્થળોએ દરોડા પડી 44 શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે પાંચ મહિલાઓ નાસી જતાં પોલીસે તેને ફરાર જાહેર કરી છે. સ્થળ પરથી પોલીસે રૂ.1.45 લાખની ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી છે.
શેઠવડાળાના બુટાવદર ગામે સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલાં પરબતભાઇ વાલાભાઇ મકવાણા, લખણભાઇ ઉર્ફે કારો ડાયાભાઇ મકવાણા, રાજેશભાઇ બાબુભાઇ બેડવા, કિશોરભાઇ રામાભાઇ બેડવા, માધાભાઇ બાબુભાઇ સોલંકી, મનોજભાઇ રણજીતભાઇ મકવાણા નામના છ શખ્સોને રંગેહાથ ઝડપી લઈ રૂ.10120 રોકડા, રૂ.20,000 ની કિંમતના ચાર ફોન અને રૂ.10,000ની કિંમતનું એક મોટરસાઇકલ સહિત કુલ રૂ.40,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કાલાવડના પાંચદેવડા ગામની સીમ વિસ્તારમાં આવેલ તળાળની બાજુમાં ઝાડ નીચે જામેલી જુગારની મહેફીલ પર પોલીસે દરોડો પાડી પાના ટીંચી રહેલાં મુકેશભાઇ રામજીભાઇ બેરા, બાબુભાઇ ઓસમાણભાઇ આદમાણી, કિશોરભાઇ અરજણભાઇ મકવાણા, રાજેશભાઇ રણછોડભાઇ વાટલીયા, સલીમભાઇ બાવાભાઇ મુદ્રાક, સાહીદભાઇ બશીરભાઇ આદમાણી, મહેશભાઇ નરશીભાઇ તાળા નામના સાત જુગારીઓને ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂ.48,480 ની રોકડ રકમ જપ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોડિયાના સ્ટાફે તારાણા ગામે જાહેરમાં જુગાર રમી રહેલાં ચમનભાઇ પરસોતમભાઇ સોલંકી, રવિભાઇ મનોજભાઇ સોલંકી, વિક્રમભાઇ લીંબાભાઇ સોલંકી નામના પાંચ પંટરોને રૂ.15,490 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
અલિયા ગામે સીતારામ નગર નિશાળની પાછળ જુગાર રમી રહેલાં માનસીંગભાઇ ગોવાભાઇ, વજુભાઇ વીરજીભાઇ, કિશોરભાઇ ચનાભાઇ સોલંકી નામના ત્રણ શખ્સોની રૂ.5300 ની રોકડ સાથે અટકાયત કરી હતી. જ્યારે જામનગર શહેર નજીકના દરેડ ગામે તક્ષશિલા સોસાયટીમાં જાહેરમાં પાના ટીંચતા હિતેશભાઈ દુદાભાઈ ટોયટા, રામદેભાઈ કરશનભાઈ વકાતર, પરબતભાઈ પીઠાભાઈ માડમ, વેજાણંદભાઈ સાજણભાઈ નગારીયા, સનોજભાઈ ગોરખનાથ મલા, જમનભાઈ ગોવિંદભાઈ અભંગી નામના સાત શખ્સોને રૂ.6650 ની રોકડ સાથે ઉઠાવી લીધા હતાં.
સિક્કામાં ભગવતી સોસાયટીમાં રામાપીરના મંરિદ પાસે જુગાર રમી રહેલાં સોનીયાભાઇ જેન્તીભાઇ મકવાણા, મુકેશ જેઠાભાઇ સોલંકી, અમરજસિંઘ કરણસિંઘ રાઠોડ, હેમંત અશોકભાઇ પરમાર નામના ચાર શખ્સોને રૂ.5040 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
કાલાવડ ગોલણિયા ગામે દલિતવાસમાં ખુલ્લા પટ્ટમાં જાહેરમાં જુગટું રમી પૈસાની હારજીત કરતાં પિયુષગીરી દિનેશગીરી ગૌસ્વામી, કૈલાશગીરી દિનેશગીરી ગૌસ્વામી, નરેન્દ્રભાઇ ભોજાભાઇ સીંગલ, ભરતભાઇ મનજીભાઇ વાદી, ખોડાભાઇ પુંજાભાઇ લાંબરીયા, લખનભાઇ રાજેશભાઇ જાની, ભીખાભાઇ ગોવાભાઇ વાઘેલા નામના સાત પંટરોની અટકાયત કરી તમામ પાસેથી રૂ.13,750 ની રોકડ રકમ કબ્જે કરી હતી.
ઉપરાંત કાલાવડના રામપર ગામે ચોર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલાં ઇમરાનભાઇ લાખાભાઇ સમા, અલીભાઇ ગુલમામદભાઇ નોયડા, બાબુભાઇ પોપટભાઇ સાવલીયા, જમનભાઇ ધનજીભાઇ સંચાણીયા, વિશાલભાઇ પરશોતમભાઇ સીતાપરા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે મનીષાબેન બાબુભાઇ સાવલીયા, રેશ્માબેન રફિકભાઇ દરજાદા, મમતાબેન સાદિકભાઇ સમા, હનીશાબેન અબ્બાસભાઇ સમા નામના પાંચ મહિલાઓ નાસી ગઈ હતી. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રૂ.10,230 ની રોકડ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.










