![]()
વડોદરા : સાત વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરનારા આરોપીને
પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી ન્યાયાધીશે ત્રણ વર્ષની સજા તેમજ રૃા.૧૦,૦૦૦નો
દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, મુકેશ પારસિંગ રાઠવા (રહે.ચંચલબાનગર,મકરપુરા ગામ)એ સાત વર્ષની કિશોરી ઘરે એકલી હતી ત્યારે તેની સાથે શારીરિક
અડપલા કર્યા હતા એટલે બાળકી રડવા લાગી હતી. આ સમયે બાળકીનો ભાઇ પણ હાજર હતો અને તે
પણ આરોપીની હરકતથી ગભરાઇને રડવા લાગતા આરોપી ફરાર થઇ ગયો હતો.
સાંજે બાળકીના માતા ઘરે આવ્યા ત્યારે ભાઇ બહેને આરોપી મુકેશે
કરેલી હરકતની જાણ કરતા આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તા.૨૩ મે ૨૦૨૩ના રોજ
ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ ચાલી જતા તેમાં
સરકારી વકીલ નરેન્દ્રસિંહ મકવાણા હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે આરોપીને ત્રણ વર્ષની
સજા તેમજ બાળકીને વળતર પેટે રૃા.૫૦,૦૦૦ ચૂકવવાનો પણ સરકારને આદેશ કર્યો હતો.










