– નિવારણ અને ઉપાય પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં હોવા જોઇએ
– પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સંભવિત પર્યાવરણીય નુકસાન માટે દંડ વસુલ કરવાનો અધિકાર
– સુપ્રીમે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય દંડ માંગવાની સત્તામાં ઘટાડો કરવાના દિલ્હી હાઇકોર્ટના ૨૦૧૨ના નિર્ણયને રદ કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની દંડ ફટકારવાની સત્તાને માન્યતા આપી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નિવારણ અને ઉપાય પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં હોવા જોઇએ.