– જુગારીઓ પાસેથી 30 હજારની રોકડ જપ્ત
– નડિયાદ, મહેમદાવાદ, માતર, ચકલાસી અને મહુધા તાલુકામાં જુગાર રમાતો હતો
નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદ, મહેમદાવાદ, માતર, ચકલાસી તેમજ મહુધા પોલીસે જુગાર રમતા ૨૯ ઈસમોને રૂ.૩૦,૨૧૦ રોકડ સાથે ઝડપી પાડયા હતા. જુગાર અંગે જે તે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
નડિયાદ ટાઉન પોલીસે નડિયાદ રણછોડ ફળિયામાંથી જુગાર રમતા સતીષભાઈ આશાભાઈ તળપદા, કનુભાઈ અશોકભાઈ તળપદા, વિક્રમભાઈ કનુભાઈ તળપદા, અજીતભાઈ કિરણભાઈ તળપદા, અનીલભાઈ નાનુભાઇ ચૌધરી તેમજ સંજયભાઈ બાબુભાઈ તળપદાને રોકડ રૂ.૧૧,૮૪૦ સાથે ઝડપી પાડયા હતા.
ચકલાસી પોલીસે ચકલાસીસ જાદવપુરા નહેર ઉપર જુગાર રમતા ધર્મેશભાઈ નટુભાઈ વાઘેલા, નિલેશભાઇ અમરસિંહ વાઘેલા, મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા, હિતેશભાઈ ચંદુભાઈ વાઘેલા, ધર્મેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને રોકડ રૂ.૨,૬૩૦ સાથે, મહુધા પોલીસે મહીસા ગામે મહુડાના ઝાડ નીચે જુગાર રમતા અમરીશભાઈ પ્રભાતભાઈ જેસંગભાઇ રાજપુત, કેતનભાઈ ખુમાનભાઈ રાજપુત, મુકેશકુમાર પરસોત્તમભાઈ રાજપુત, ભીમાભાઈ કાન્તીભાઈ રાજપુત, મુકેશભાઈ કાળાભાઇ ઝાલાને રોકડ રૂ.૯૬૦ સાથે ઝડપી પાડયા હતા.
લીંબાસી પોલીસે નાદોલી વાંટામાં ખુલ્લામાં જુગાર રમતા રીતેશસીંહ જગદીશસીંહ સીસોદીયા, ભરતસીંહ છત્રસીંહ સીસોદીયા, બહાદુરસીંહ જશવંતસીંહ સીસોદીયા, જયવત્તસીંહ બચુભા વાઘેલાને રોકડ રૂ.૨,૨૪૦ સાથે જ્યારે માતર પોલીસે ખાંધલી લક્ષ્મીપુરામાં ખોડીયાર મંદિર નજીક જુગાર રમતા સોમાભાઈ બબુભાઈ પરમાર, ચંદુભાઈ રમણભાઈ પરમાર, ટીનાભાઈ ભીખાભાઈ પરમાર, રફીકમીયા હોસમમીયા મલેક, કમલેશભાઈ ભઈજીભાઈ પરમાર, ભુપેન્દ્રભાઈ ભવાનભાઈ ભરવાડને રોકડ રૂ.૧૦,૬૦૦ સાથે ઝડપી પાડયા હતા.
મહેમદાવાદ પોલીસે હલદરવાસ સીમમાં જુગાર રમતા ઇશ્વરભાઇ પુનમભાઈ ઝાલા, આયુષ કલ્પેશ મોદી તેમજ વિપુલ રમેશભાઈ ઝાલા ને રોકડ રૂ.૭૩૦ સાથે, અમદાવાદ પોલીસે નેનપુરમાં જુગાર રમતા મેલાભાઈ બાબુભાઈ બારૈયા, અનિલ રમેશભાઈ જાદવ, કલ્પેશ સોમાભાઈ ઠાકોરને રોકડ રૂ.૨,૧૭૦ સાથે ઝડપી પાડયા હતા.