Dwarka Love Jihad: ગુજરાતના દ્વારકાના ભાણવડ પંથકમાંથી લવ જેહાદની ઘટના સામે આવી છે. જ્યાં એક મુસ્લિમ યુવક દ્વારા પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી તેને એક હોટેલમાં ગોંધી રાખવામાં આવી હતી. આ સિવાય યુવકે તેના પર દુષ્કર્મ ગુજારી તેના વીડિયો અને ફોટો વાઈરલ કરવાની ધમકી પણ આપી હતી. જોકે, આ મામલે પીડિતા હોટેલમાંથી ભાગી છૂટતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચોઃ જામનગર પાલિકા દ્વારા શ્રાવણી મેળા દરમિયાન પાર્કિંગ માટે ડી.સી.સી. ગ્રાઉન્ડ તથા આઈ.ટી.આઈમાં વ્યવસ્થા ગોઠવાઈ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, દ્વારકામાં લાલપુર ગામના સાહિલ ઇબ્રાહિમ નામના યુવકે પરિણીતા સ્ત્રીને પ્રેમજાળમાં ફસાવી લવ જેહાદની ઘટનાને અંજામ આપ્યો હતો. યુવક પીડિતાને બ્લેકમેલ કરતો હતો અને તેમના ફોટા વાઈરલ કરવાની ધમકી આપતો હતો. જોકે, આટલેથી ન અટકતા તેણે પરિણીતાનું અપહરણ કર્યું અને તેના નકલી ડોક્યુમેન્ટ બનાવી હોટેલમાં ગોંધી રાખી હતી. આ દરમિયાને તેણે પરીણિતા પર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું.
આ પણ વાંચોઃ ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ
જોકે, પરિણીતાએ તક જોતા આ સકંજામાંથી છૂટી અને સીધી પોલીસ સ્ટેશન પહોંચી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરીણિતાના નિવેદનના આધારે FIR દાખલ કરી આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.