– સુપ્રીમ કોર્ટે ઈડીની ઈમેજ બાબતે ચિંતા વ્યક્ત કરી
– તમે 500 કેસમાંથી માત્ર 10થી પણ ઓછા કેસમાં ગુનો સાબિત કરી શક્યા, તપાસમાં ચોકસાઈની જરૂર : સુપ્રીમ
– ધનવાન આરોપીઓ ઊંચી ફી આપીને જાણીતા વકીલોને રોકી લેતા હોવાથી સજા થતી નથી : ઈડીની વિચિત્ર દલીલ
નવી દિલ્હી : ઈડીના સંદર્ભમાં થઈ રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઈડીની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ખડા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે જે કેસ દાખલ કરીને તપાસ કરો છો એમાંથી માંડ ૧૦ ટકા કેસમાં જ ગુનો સાબિત થાય છે. વળી, કોર્ટમાં સજા ન મળી હોય એવા આરોપીઓને પણ જેલમાં બંધ રાખો છે.