
– ગંગોત્રી ધામના પ્રવાસે આવેલા 500 શ્રદ્ધાળુઓ સંપર્ક વિહિન
– ઉત્તરકાશીમાં 225 સૈનિકો, એનડીઆરએફની 69 કર્મીઓની ટીમ, એરફોર્સના બે હેલિકોપ્ટર બચાવ અભિયાનમાં જોડાયા
– ધરાલીમાં ભારે વિનાશના પગલે રૂ. 400 કરોડ સુધીના નુકસાનની આશંકા : ગંગોત્રી મંદિર સમિતિ
નવી દિલ્હી : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અચાનક આવેલા પૂર પછી ગુરુવારે ત્રીજા દિવસે પણ બચાવ અને રાહત અભિયાન ચાલુ છે. ભારતીય એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સની મદદથી વિવિધ સ્થળે ફસાયેલા ૨૭૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.










