gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામ થયા સામેલ, ટૂંક સમયમાં થશે જાહેરાત | India Vice President …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામ થયા સામેલ, ટૂંક સમયમાં થશે જાહેરાત | India Vice President …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President Election: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર રીતે તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુરુવારે (સામતમી ઓગસ્ટ) સંસદ ભવનમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં એનડીએ તરફથી ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને આપવામાં આવ્યો હતો. બેઠક બાદ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

જગદીપ ધનખડે 21મી જુલાઈના રોજ અચાનક સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી, આ પદ ખાલી છે અને આગામી ઉપરાષ્ટ્રપતિ વિશે રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. ઘણાં નામોની ચર્ચા થઈ રહી છે, જો કે, ભાજપે ગઈ વખતે પણ જગદીપ ધનખડનું નામ જાહેર કરીને લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

NDAના સંભવિત ચહેરા કોણ છે?

મનોજ સિંહા: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી છે. તેમણે તાજેતરમાં જ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. કલમ 370 દૂર કર્યા પછી તેમને પ્રદેશમાં સ્થિરતા લાવવાનો શ્રેય આપવામાં આવે છે. જો કે, તેમનો કાર્યકાળ 22મી એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પડછાયા હેઠળ સમાપ્ત થયો, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં તેમનો દાવો મજબૂત માનવામાં આવે છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના નેતા માનવામાં આવે છે.

વી.કે. સક્સેના: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાનું નામ પણ સમાચારમાં છે. કોર્પોરેટ ક્ષેત્રમાંથી આવતા સક્સેનાએ દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટી સરકાર સામે ઘણાં વહીવટી નિર્ણયો અટકાવ્યા હતા, જેનાથી કેન્દ્ર સરકાર પ્રત્યે તેમની વફાદારી અને સક્રિયતા છતી થઈ હતી. રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેમને મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો

નીતિશ કુમાર: બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર વિશે પણ ઘણી ચર્ચા છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં જોડાઈ શકે છે. જો કે, આ અટકળો હજુ પણ અપ્રમાણિત છે. તાજેતરના સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે પણ ઘણા સવાલો ઊભા થયા છે. એનડીએના કેટલાક સાથી પક્ષો માને છે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાષ્ટ્રીય રાજકારણમાં નવી ભૂમિકા ભજવી શકે છે. પૂર્વ જેડીયુ નેતા ઉપેન્દ્ર કુશવાહા અને અન્ય નેતાઓએ સંકેત આપ્યો છે કે નીતિશ હવે નવી પેઢીને નેતૃત્વ સોંપવા માંગે છે.

હરિવંશ નારાયણ સિંહ: રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સિંહ JDUમાંથી આવે છે. તેમને એક વિશ્વસનીય અને અનુભવી ચહેરો પણ માનવામાં આવે છે. વર્ષ 2020થી આ પદ સંભાળતી વખતે, તેમણે ઘણી વખત ગૃહમાં સંતુલન જાળવી રાખ્યું છે અને સરકાર સાથે સ્પષ્ટ સમજણ ધરાવે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતી લીધો છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે આ વખતે એનડીએ રાજકીય સંતુલન, સામાજિક પ્રતિનિધિત્ત્વ અને અનુભવને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારની પસંદગી કરશે. બધાની નજર વડાપ્રધાન મોદી કયા નામને મંજૂરી આપે છે તેના પર છે. આ ઉપરાંત વિપક્ષ પણ ટૂંક સમયમાં પોતાના ઉમેદવાર વિશે વિચાર-વિમર્શ શરૂ કરી શકે છે, જે સ્પર્ધાને રસપ્રદ બનાવી શકે છે. જો કે, એનડીએ પાસે લોકસભા અને રાજ્યસભામાં સંયુક્ત રીતે સ્પષ્ટ બહુમતી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back…
INDIA

રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back…

April 25, 2026
દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…
INDIA

દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…

April 25, 2026
બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…
INDIA

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

April 25, 2026
Next Post
મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બેના ઘટનાસ્થળે મોત, 9 ઈજાગ્રસ્ત | MP…

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બેના ઘટનાસ્થળે મોત, 9 ઈજાગ્રસ્ત | MP...

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એકજૂટ થયા અલ્હાબાદ હાઈકોર્ટના 13 જજ, ફુલ કોર્ટ બેઠક બોલાવવા માગ | Suprem…

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એકજૂટ થયા અલ્હાબાદ હાઈકોર્ટના 13 જજ, ફુલ કોર્ટ બેઠક બોલાવવા માગ | Suprem...

બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw…

બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ | Notice to vacate 572 dilapidated shops and ho…

આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ | Notice to vacate 572 dilapidated shops and ho…

9 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પૂર્વ પાયલટનું નિવેદન, કહ્યું- ‘ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખ…

અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પૂર્વ પાયલટનું નિવેદન, કહ્યું- ‘ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખ…

10 months ago
જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …

જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …

2 weeks ago
ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g…

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News