gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Family Court: ‘જનમોજનમની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી, આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેડી…’ મેઘબિંદુની આ પ્રખ્યાત ગુજરાતી રચના લગ્નસાગરમાં વધી રહેલી વમળની ઘટના માટે હાલ જાણે લાગુ પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી છૂટાછેડાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છૂટાછેડાના કેસ ચાલી રહ્યા હોય ત્યારે ભરણપોષણના મામલે પતિ કે પત્નીએ તેમની આવકને મામલે એફિડેવિટ દાખલ કરવું પડે છે. જોકે, હવે એફિડેવિટમાં દર્શાવેલી આવક સાચી છે કે કેમ તે ચકાસવા માટે પણ ‘ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેટર્સની મદદ લેવાનો ટ્રેન્ડ વધ્યો છે.

ફેમિલી કોર્ટના કેસમાં વધારો 

ગુજરાતમાં 2023ની સરખામણીએ 2024માં ફેમિલી કોર્ટના કેસમાં બમણો વધારો થયો છે. 2023માં 27,194 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 62146 થયા છે. જેના ઉપરથી જ ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. વર્ષ 2024માં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચોઃ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત

ગુજરાતની ફેમિલી કોર્ટમાં કેસની સ્થિતિ

વર્ષ નવા કેસ પેન્ડિંગ કેસ
2021 18,508 35,335
2022 24,910 34,761
2023 27,194 31,954
2024 44,037 50,128

ભરણપોષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન

છૂટાછેડાના કેસમાં બીજો તબક્કો કલમ 144 – ભરણપોષણ (ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા) નો કેસ ફાઇલ કરવામાં આવે છે. ભરણપોષણના મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન મુજબ પતિ અને પત્ની બંનેએ પોતાની આવક અંગે એફિડેવિટ ફાઇલ કરવાનું હોય છે. ઘણીવાર પત્ની નોકરી કરતી હોવા છતાં નોકરી ન કરતી હોવાનું જણાવે છે અને પોતાની ઓછી આવક દર્શાવે છે. વળી, બીજીબાજુ ભરણપોષણ તરીકે વધુ રકમ આપવી ન પડે તે માટે પતિ તેની સાચી આવક જાહેર નથી કરતા.   

ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેટરની મદદ લેવાનું પ્રમાણ વધ્યું

ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ આઈ.એમ. ખોખરે જણાવ્યું કે, ‘પતિ કે પત્ની દ્વારા એકબીજાની આવકની સાચી માહિતી અને પુરાવા મેળવવા માટે બહાર આવે તે માટે ડિજિટલ ડિટેક્ટિવ કે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેટરની મદદ લેવાનું પ્રમાણ વધ્યું છે. જો ઇન્વેસ્ટિગેટર દ્વારા મળેલી માહિતીને આધારે પતિ કે પત્નીએ કોર્ટમાં ખોટું એફિડેવિટ ફાઇલ કર્યાનું પુરવાર થાય તો કાયદા મુજબ સજાની પણ જોગવાઈ છે.   

આ પણ વાંચોઃ મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા

60 ટકા કેસમાં સાચી માહિતી છુપાવવામાં આવે છે

જાણકારોના મતે ભરણપોષણ મામલે જે એફિડેવિટ ફાઇલ થાય છે તેમાં 60 ટકા કેસમાં આવકની સાચી માહિતી છુપાવવામાં આવે છે. જેમાંથી 30 ટકા લોકો પોતાના લાભ માટે આવકની સાચી માહિતી છુપાવતા હોય છે જ્યારે અન્ય 30 ટકા કાયદાની અજ્ઞાનતા ને લીધે અપૂરતી માહિતી આપે છે. ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટે જણાવ્યું કે, ‘ખાસ કરીને ધનાઢ્‌ય પરિવારમાં છૂટાછેડાનો કેસ હોય ત્યારે તેમાં આવકનું સાચું ચિત્ર જાણવા માટે ફાઇનાન્સિયલ ઈન્વેસ્ટિગેટરની મદદ લેવાતી હોય છે. 

ભરણપોષણની રકમ કઈ રીતે નક્કી કરવામાં આવે છે?

છૂટાછેડા બાદ ભરણપોષણની રકમ કેટલી ચૂકવવી તેના અંગે કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી. આ રકમ નક્કી કરતાં અગાઉ બંને પક્ષની આવક, સામાજિક-આર્થિક દરજ્જો, જવાબદારીઓ જેવા વિવિધ પાસાં ચકાવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે એક યુવતી ધનાઢ્‌ય બિઝનેસમેન સાથે છૂટાછેડા લે છે. આ યુવતી ખૂબ જ સારૂ શિક્ષણ ધરાવતી હોવા છતાં કોર્ટ એ બાબત ઘ્યાને લે છે કે તેણે પતિને ટેકો આપવા કારકિર્દીનું બલિદાન આપ્યું છે. આ સ્થિતિમાં છૂટાછેડા બાદ પણ યુવતિની લાઇફ સ્ટાઇલમાં કોઇ ફરક પડે નહીં તેટલી ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવે છે. 

ફાઇનાન્સિયલ ઈન્વેસ્ટિગેટર્સ શું ચકાસતા હોય છે?

  • જીવનસાથીની અન્ય આવકના સ્ત્રોત, કઈ બેન્કમાં કેટલાં એકાઉન્ટ તેમજ મિલકત સહિતની માહિતીની તપાસ. 
  • પતિ કે પત્નીની જેની પણ આર્થિક સ્થિતિની વિગતોની તપાસ કરવાની હોય તે વ્યક્તિનાં નોકરી કે બિઝનેસના સ્થળેથી જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે. 
  • આ માહિતી કોર્ટમાં રજૂ કરવા માટે જ પતિ કે પત્નીને આપવામાં આવે છે તેવી બાહેંધરી લેવામાં આવે છે, જેથી તેનો દુરૂપયોગ ન થાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
ઉત્તરકાશી દુર્ઘટના: ISROએ જાહેર કરી ધરાલીમાં વાદળ ફાટ્યાની ધ્રૂજાવી દે તેવી તસવીરો | Uttarkashi Dhar…

ઉત્તરકાશી દુર્ઘટના: ISROએ જાહેર કરી ધરાલીમાં વાદળ ફાટ્યાની ધ્રૂજાવી દે તેવી તસવીરો | Uttarkashi Dhar...

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત | gujarat raja…

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત | gujarat raja...

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

4 months ago
શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ ના…

શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ ના…

2 months ago
ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

7 months ago
સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News