gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરકાશી દુર્ઘટના: ISROએ જાહેર કરી ધરાલીમાં વાદળ ફાટ્યાની ધ્રૂજાવી દે તેવી તસવીરો | Uttarkashi Dhar…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
ઉત્તરકાશી દુર્ઘટના: ISROએ જાહેર કરી ધરાલીમાં વાદળ ફાટ્યાની ધ્રૂજાવી દે તેવી તસવીરો | Uttarkashi Dhar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarkashi Dharali  News: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટ 2025ના રોજ આવેલા ભયાનક પૂરે ધરાલી અને હર્ષિલ ગામોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદને કારણે આવેલા આ અચાનક પૂરમાં ઘરો, ઇમારતો, પુલો અને રસ્તાઓ તણાઈ ગયા, જ્યારે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. હવે ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)એ સેટેલાઇટ તસવીરો દ્વારા થયેલા નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કર્યું છે, જેમાં તબાહીની હદ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

આવો સમજીએ કે શું થયું હતું અને સેટેલાઇટ તસવીરોમાં શું જાણવા મળ્યું?

5 ઓગસ્ટની કુદરતી આફત શું હતી?

5 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તરકાશીમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ધરાલી અને હર્ષિલમાં અચાનક પૂર આવ્યું. આ પૂર એટલું પ્રચંડ હતું કે તે પોતાના પ્રવાહમાં માટી, પથ્થરો અને કાટમાળને સાથે ઢસડી ગયું, જેના કારણે બધું જ તબાહ થઈ ગયું. ઘરો નીચેથી જમીન ધસી ગઈ, રસ્તાઓ તૂટી ગયા અને અનેક લોકો લાપતા થયા. આ ઘટનાથી આખો વિસ્તાર સંપર્ક વિહોણો થઈ ગયો, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.

સેટેલાઇટ તસવીરોએ ખોલ્યું તબાહીનું રહસ્ય

ઇસરોના NRSCએ ભારતની કાર્ટોસૅટ-2એસ સેટેલાઇટની હાઇ-રિઝોલ્યુશન તસવીરોનો ઉપયોગ કર્યો. તેમણે 7 ઑગસ્ટ 2025 (આપત્તિ પછી)ની તસવીરોની સરખામણી 13 જૂન 2024 (આપત્તિ પહેલા)ની તસવીરો સાથે કરી. આ વિશ્લેષણમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી… 

ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક પૂરના સંકેત

સેટેલાઇટ તસવીરોમાં નદીઓના માર્ગ પહોળા થતા અને તેમનો આકાર બદલાતો જોવા મળ્યો, જે માનવ વસવાટ અને માળખાકીય સુવિધાને થયેલા નુકસાનનો પુરાવો આપે છે.

ધરાલીમાં કાટમાળનો ઢગલો
 
ખીર ગાડ અને ભાગીરથી નદીના સંગમ સ્થળ પર આવેલા ધરાલી ગામમાં લગભગ 20 હેક્ટર (750 મીટર X 450 મીટર) વિસ્તારમાં માટી અને કાટમાળનો વિશાળ ઢગલો જમા થયો છે.

નદી કિનારાની અનેક ઇમારતો નષ્ટ

ઘણી ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે અથવા માટીના પ્રવાહમાં ડૂબી ગઈ છે. ધરાલીમાં ઘણા ઘરો ઉપર માટી-કાટમાળ જમા થઈ ગયો છે, જે તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી ચૂક્યો છે.

રાહત કાર્ય માટે સેટેલાઈટ ડેટાનો ઉપયોગ

આ તસવીરો રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. ફસાયેલા લોકો સુધી પહોંચવા અને તૂટેલા રસ્તાને જોડવા માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હિમાલયની વધતી જતી અસુરક્ષા

આ ઘટના દર્શાવે છે કે હિમાલયના વિસ્તારોમાં વસાહતો હવે વધુ અસુરક્ષિત બની રહી છે. વૈજ્ઞાનિકો પૂરના કારણોને સમજવા માટે સંશોધન કરી રહ્યા છે. ભારે વરસાદ, ગ્લેશિયર પીગળવા અથવા ભૌગોલિક રચનામાં પરિવર્તન સહિત કયા કારણો કેટલા જવાબદાર છે તે દિશામાં ઊંડા સંશોધનો ચાલુ છે. આ માટે ક્લાઇમેટ ચેન્જ અને માનવીય ગતિવિધિ પણ જવાબદાર છે.

નોંધનીય છે કે, સેટેલાઇટ તસવીરોથી મળેલી માહિતીથી સેના અને રાહત ટીમો ફસાયેલા લોકોને શોધવા અને રસ્તાને ફરીથી શરૂ કરવા પ્રયત્નશીલ છે. પરંતુ આ ઘટના આપણને ચેતવણી આપે છે કે હિમાલય જેવા વિસ્તારોમાં સાવચેતી રાખવી પડશે. ભવિષ્યમાં આવી તબાહીથી બચવા માટે અનિયોજિત બાંધકામ અને જંગલો કપાતા અટકાવવા જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI
INDIA

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI

June 23, 2026
લખનઉના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગમાં 15 વિદ્યાર્થીનાં મોત : ચારને ગંભીર ઈજા | 15 students killed four …
INDIA

લખનઉના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગમાં 15 વિદ્યાર્થીનાં મોત : ચારને ગંભીર ઈજા | 15 students killed four …

June 23, 2026
ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
Next Post
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત | gujarat raja…

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત: ઇકો અને બાઇક અથડાતા 3નાં મોત, બે ઇજાગ્રસ્ત | gujarat raja...

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l...

સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat …

સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન

દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન

1 year ago
‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

3 months ago
વરવી વાસ્તવિકતા : ‘શાંત અને સલામત’ ગુજરાતમાં 31 દલિતોના ખૂન થયાં, અમદાવાદ-કચ્છ મોખરે | 31 Dalits kil…

વરવી વાસ્તવિકતા : ‘શાંત અને સલામત’ ગુજરાતમાં 31 દલિતોના ખૂન થયાં, અમદાવાદ-કચ્છ મોખરે | 31 Dalits kil…

1 year ago
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News