FASTag Annual Pass: FASTag વાર્ષિક પાસની શરુઆત 15 ઓગસ્ટથી થવાની છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે. FASTag વાર્ષિક પાસ વિશે લોકોના મનમાં ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સૂચનાઓની મદદથી આવા કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. લોકોને કોઈપણ ખોટી માહિતીથી બચાવવા માટે NHAI એ પહેલાથી જ FASTag વાર્ષિક પાસ વિશે માહિતી શેર કરી છે.
આ પણ વાંચો: I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય
કેટલી કિંમત હશે
સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે FASTag વાર્ષિક પાસની કિંમત 3 હજાર રૂપિયા છે. તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે.
FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર થતો નથી
NHAI એ કહ્યું કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.
આ ભૂલ કરશો તો બંધ થઈ જશે
જો FASTag વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે.
કેટલા દિવલ ચાલશે આ પાસ
FASTag વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે 3,000 રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.
ફાસ્ટેગ પાસ કેટલી બચત થશે
FASTag વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જો તમે બધી 200 ટ્રિપ કરો છો, તો તમને લગભગ 2,000 થી 4,000 રૂપિયાનો ફાયદો મળશે.
ક્યા ટોલપ્લાઝા પર લાગુ
FASTag વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.
આ પણ વાંચો: ‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ
વાર્ષિક પાસ લેવો જરુરી નથી
FASTag વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTag સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTag દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.