
26 લોકોનાં જૂથમાં બાળકો અને મહિલાઓ પણ હતી
સડક નિર્માણનું કાર્ય કરતા આ નેપાળીઓ પૂર આવતા પહેલા જંગલમાં ભાગી જતાં બચી ગયા હતાં
નવી દિલ્હી: પાંચ ઓગસ્ટે ઉત્તરાખંડના ધરાલીમાં આવેલ આપત્તિમાં અનેક લોકો લાપતા થયા હતાં. જે લોકો પૂરની ડાયરેક્ટ ચપેટમાં આવવાથી બચી ગયા હતાં તેઓ વીજળી અને મોબાઇલ નેટવર્ક બંધ થઇ જવાના કારણે પોતાના સગા સંબધીઓનો સંપર્ક કરી શક્યા ન હતાં.
વાતચીત ન થઇ શકવાને કારણે તેમના સંબધી ઉંડી ચિંતામાં હતાં.










