તિરંગા યાત્રા દરમ્યાન ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા શહેર પોલીસ વિભાગમાં મહેકમની અછતથી ઉદ્ભવતી સમસ્યાઓ બાબતે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા હર્ષ સંઘવીએ આ પરિસ્થિતિનો ઝડપી ઉકેલ લાવશે તેવી ખાતરી આપી હતી.
શહેરમાં ઉદ્ભવેલી ટ્રાફિકની સમસ્યા મામલે યોગેશ પટેલે પાઠવેલ પત્ર બાબતે હર્ષ સંઘવી તરફથી જવાબ ન મળતા રોકડું પરખાવ્યું હોવાની ચર્ચાને ધારાસભ્યએ રદિયો આપ્યો હતો. અને જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો રજૂ કરવામાં ગૃહ મંત્રી સામે મને કોઈ નારાજગી નથી, પોલીસ વિભાગમાં 40 ટકા ઘટ હોવાથી ગુના નિયંત્રણ અને ટ્રાફિક નિયમનની કામગીરી ખોરવાઈ રહી છે, તહેવારમાં લોકો બે-બે કલાક ટ્રાફિકજામમાં ફસાયા હતા, આ અંગે પોલીસની સંકલનમાં પણ વાત મૂકી હતી, તેમજ ગૃહ મંત્રીને અગાઉ બે વખત મૌખિક અને એક વખત લેખિત રજૂઆત કરી હતી, ગૃહ મંત્રીએ પોલીસ ખાતામાં 15 હજાર ભરતી કરીશ તેવી ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી ભરતી થઈ નથી, આજે ગૃહ મંત્રીએ મને ખાતરી આપી છે કે, પોલીસની ભરતી પ્રક્રિયા વહેલીતકે પૂર્ણ કરતા મહેકમ અછતની સમસ્યા હલ થશે.