– બન્ને મિત્રો ભાવનગરથી ધોલેરા જતા હતા
– ટ્રેલરે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો, ધોલેરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર : ધોલેરા એક્સપ્રેસ હાઈ-વે પર ગત રોજ ટ્રેલરે બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ૧નું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે. બનાવ અંગે ધોલેરા પોલીસમાં ગુનો નોંધાયો છે.
ધોલેરા ખાતે રહેતા હીનાબેન ગોરધનભાઈ રાઠોડે ધોલેરા પોલીસ મથકમાં જીજે-૩૯-ટીએ-૨૩૫૨ નંબરના ટ્રેલરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેેમાં ગત રોજ તેમના પતિ ગોરધનભાઈ તથા તેમના મિત્ર રાજુભાઈ તેમનું જીજે-૩૮-એઆર-૧૪૦૦ નંબરની બાઈક લઈને ભાવનગરથી ધોલેરા પરત જઈ આવી રહ્યાં હતા ત્યારે સવારે ૧૧.૩૦ કલાકના અરસામાં ધોલેરા નજીક એક્સપ્રેસ હાઈવે પર ઉક્ત ટ્રેલરના ચાલકે તેમના પતિની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ગોરધનભાઈને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેમના મિત્ર રાજુભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ધોલેરા પોલીસે ગુનો નોંધ્યો છે.