gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અગાઉ 20 આસામીઓને રૂા.૪.૨૮ કરોડનો દંડ ફટકાર્યો’તો 

– ખરીદ-વેચાણ થયેલી મિલકતના દસ્તાવેજના ફોટોગ્રાફ્સમાં અક્ષાંશ અને રેખાંશ પણ ખોટા નીકળ્યા !

– બાધકામ ધરાવતી મિલકતોને ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવીને બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટા ડેક્લેરેશન કર્યા હોવાનો નાયબ કલેક્ટરની તપાસમાં ભાંડો ફૂટયો

રાજકોટ: રાજકોટમાં બાંધકામ ક્ષેત્રે ગયા મહિને સ્ટેમ્પ ડયુટી ચોરીનું કારસ્તાન બહાર આવ્યું હતું, જે સંદર્ભે સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરી દ્વારા આગળ ધપાવવામાં આવેલી તપાસમાં ૩૭ જેટલા આસામીઓએ સ્થળ-સરનામા સહિતના બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટા ડેકલેરેશન કરીને જ્યાં બાંધકામ હોય ત્યાં ખુલ્લા પ્લોટ બતાવીને કે બાંધકામ ઓછું દર્શાવીને કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયુટીની ચોરી કર્યાનું ખુલ્યું હતું. આ કૌભાંડનો ભાંડો ફૂટતાં તેમની પાસેથી આકરો દંડ વસૂલવાથી માંડીને ફોજદારી ફરિયાદ દાખલ કરવા સુધીનાં પગલાં ભરવાની ગતિવિધિ ચાલુ કરવામાં આવી છે.

રહેણાંક, કોમર્શિયલ કે ઔદ્યોગિક હેતુ માટેની કોઈપણ મિલકતના ખરીદ-વેચાણ સમયે બન્ને પક્ષકારો દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજની નોંધણી કરવામાં આવતી હોય છે અને તેના બાંધકામ પ્રમાણે સરકારે નિયત કરેલી સ્ટેમ્પ ડયુટી ભરવાની હોય છે. પરંતુ સ્ટેમ્પ ડયુટી ભરવી પડે નહીં એટલે આસામીઓ દ્વારા અવનવા ગતકડાં કરવામાં આવે છે. જે મામલે ગાંધીનગરથી સૂચના આપવામાં આવતા બે મહિનાથી રાજકોટ સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન કચેરી દ્વારા શંકાસ્પદ દસ્તાવેજોને અલગ તારવીને તપાસનો ધમધમાટ ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો.

આ મામલે સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન વિભાગના નાયબ કલેક્ટરની ટીમ દ્વારા થયેલી તપાસમાં ખુલ્યું કે, ૩૭ જેટલા આસામીઓએ બાંધકામ ધરાવતી મિલકતને ખુલ્લો પ્લોટ દર્શાવીને નિયત પ્રક્રિયામાં સોગંદનામા રજૂ કર્યા છે, જેમાં મિલકતની સ્થળ સ્થિતિ જાણી શકાય તે માટે અક્ષાંશ અને રેખાંશની વિગતો સાથેના ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા છે, જે બનાવટી નીકળ્યા છે. મોટાભાગના સ્થળોએ ખુલ્લા પ્લોટના બદલે મસમોટા બાંધકામો છે. આ ઉપરાંત કેટલાક આસામીઓએ ઓછું બાંધકામ બતાવીને સ્ટેમ્પ ડયુટી ચોરી કરી હોવાનો ભાંડો ફૂટયો હતો.

પરિણામે સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેક્ટરે અગાઉ જૂન મહિનામાં ૧૮ આસામીઓને નોટિસ ફટકાર્યા બાદ કોઈ જવાબ નહીં આપતા રૂા.૧.૦૭ કરોડથી વધુનો દંડ આકારીને ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. બાદમાં જૂલાઈ મહિનામાં વધુ બે આસામીઓને સ્ટેમ્પ ડયુટી ચોરી બદલ રૂા.૩.૨૧ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે વધુ ૧૭ જેટલા આસામીઓની પણ આવી કરતૂત બહાર આવતા સ્ટેમ્પ ડયુટી ચોરીની આકારણી ચાલુ કરવામાં આવી છે, જેના આધારે તેમને દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, તેમણે સ્ટેમ્પ ડયુટી ચોરી માટે સરકારી કચેરીમાં બોગસ ડોક્યુમેન્ટ અને ડેક્લેરેશન પણ રજૂ કર્યા હોવાથી ફોજદારી ફરિયાદ નોંધાવવા સહિતની પણ કાર્યવાહી થશે એવો નિર્દેશ મળ્યો છે.

ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં 100 ટકા સ્થળ ચકાસણી

ગત માર્ચ મહિનામાં ગાંધીનગર સુધી ફરિયાદ થઈ હતી કે, બાંધકામ ધરાવતી મિલકતને ખુલ્લા પ્લોટ દર્શાવીને દસ્તાવેજ કરવામાં આવે છે અને કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ચોરી થાય છે. જેના આધારે પ્રાથમિક તપાસ બાદ સુપ્રિન્ટેન્ડેન્ટ આફ સ્ટેમ્પ્સ અને નોંધણી નિરીક્ષક દ્વારા રાજ્યના દરેક સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન નાયબ કલેક્ટરને લેખિત સૂચના આપવામાં આવી હતી કે, ૧લી જૂનથી કોઈપણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલા તમામ દસ્તાવેજોની ૧૦૦ ટકા ચકાસણી કરવાની રહેશે. એટલું જ નહીં, ખુલ્લા પ્લોટ તરીકે થયેલા દસ્તાવેજોની મિલકતોના અક્ષાંશ અને રેખાંશ આધારે સ્થળ તપાસ કરવાની રહેશે. 

અમુક મિલકતો પર શંકાસ્પદ રીતે મોર્ગેજ લોન પણ લઈ લેવાઈ!

રાજકોટમાં સ્ટેમ્પ ડયુટી કૌભાંડનો ભાંડો ફૂટયો છે, જેમાં કેટલાક આસામીઓએ તો ખુલ્લા પ્લોટ તરીકે મિલકતની નોંધણી-દસ્તાવેજ કરાવ્યા બાદ થોડા દિવસમાં જ મસમોટી મોર્ગેજ લોન પણ લઈ લીધાનું ખુલ્યું છે. જેમાં બે-ત્રણ માળનું બાંધકામ પણ દર્શાવી લેવાયું હોવાથી અનેક તર્ક-વિતર્કો ઉઠયા છે. આ કૌભાંડમાં જે-તે બેંક કર્મચારીથી માંડીને દસ્તાવેજ નોંધણી વિભાગમાં પણ ઘણાંની સંડોવણીની શક્યતાથી ઉચ્ચસ્તરીય તપાસ શરૂ થવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…
GUJARAT

વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…

June 24, 2026
અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
Next Post
સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under ...

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કર્ણાટકના સેક્સ રેકેટના આરોપી પ્રજ્વલને રેપના કેસમાં આજીવન કેદ

11 months ago
પાણીમાં ડૂબેલા 1,000થી વધુ લોકોનાં મૃતદેહો શોધ્યા, 200ને જીવતા કાઢ્યા

પાણીમાં ડૂબેલા 1,000થી વધુ લોકોનાં મૃતદેહો શોધ્યા, 200ને જીવતા કાઢ્યા

11 months ago
બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

8 months ago
FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ… પોલ્લાચી કાંડની ભયાનક કહાની

FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ… પોલ્લાચી કાંડની ભયાનક કહાની

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News