gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષક સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો ચેટીચાંદ અને ઈદને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ વિડિઓ કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. તે ઉપરાંત મહોલ્લા મિટિંગ, ડીજે-લાઉડ સ્પીકરના પ્રતિબંધિત ઉપયોગ પર નજર, અટકાયતી પગલાઓ, ધાબા ચેકીંગ, વાહન ચેકીંગ તેમજ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું.

રાજ્યના પોલીસ વડાએ વિડિઓ કોન્ફરન્સમાં તાકીદ કરી હતી કે, ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પાસે જરૂરી બંદોબસ્ત રાખવો અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી તેમજ ડ્રોન સર્વેલન્સ કરાવવું.

ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવા અને આવા કારણોસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી નિરીક્ષણ વધારવા અને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓને સુરક્ષા અને સલામતીના ઉપરોક્ત વિવિધ મુદ્દાઓના આધારે યોગ્ય આયોજન કરી, સંકલન સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી અને તહેવારોના સમયે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો |…

ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો |...

રાજકોટના ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી…

રાજકોટના ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી...

પાલિતાણાના હસ્તગીરી ડુંગર પર મોડી રાત્રે લાગી આગ, વન્ય જીવોને લઈ વન વિભાગની વધી ચિંતા | Palitana Fir…

પાલિતાણાના હસ્તગીરી ડુંગર પર મોડી રાત્રે લાગી આગ, વન્ય જીવોને લઈ વન વિભાગની વધી ચિંતા | Palitana Fir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…

2 months ago
કલોલની કંપની સાથે ૧૮.૭૦ લાખની છેતરપિંડી કરનાર મહિલા પકડાઈ | Woman arrested for defrauding Kalol’s co…

કલોલની કંપની સાથે ૧૮.૭૦ લાખની છેતરપિંડી કરનાર મહિલા પકડાઈ | Woman arrested for defrauding Kalol’s co…

1 year ago
વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

4 months ago
દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ

દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News