જામનગર જિલ્લાના ધ્રોલના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા આરોપી અલીભાઈ ફકીરમામદ ડફેર કે જેને જૂની આઈપીસી કલમ 302ના ગુનામાં તક્સીરવાન ઠેરવ્યો હતો, અને આજીવન કેદની સજા ફરમાવી હતી.
જે આરોપી અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો હતો, જે દરમિયાન તેને આજથી ૧૬ મહિના પહેલા 45 દિવસની પેરોલની રજા મળી હતી. જેમાં બહાર આવ્યા બાદ પોતે પેરોલ જમ્પ કરીને ભાગી છૂટ્યો હતો, અને ફરીથી જેલમાં પહોંચ્યો ન હતો. જેથી તેની શોધખોળ ચલાવાઇ રહી હતી.
દરમિયાન જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમ દ્વારા તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી, અને ઉપરોક્ત આરોપી ધ્રોળના ખારવા રોડ પર ઉભો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધો છે, અને તેને ફરીથી અમદાવાદની જેલમાં મોકલી દેવાયો છે.