
– ઉત્તરાખંડ પછી હવે જમ્મુ-કાશ્મીરમાં ભીષણ પૂર સહિતની કુદરતી આપત્તિએ વિનાશ વેર્યો, 220 લાપતા
– મચૈલ માતાના મંદિરની યાત્રા માટે હજારો શ્રદ્ધાળુઓ ચિશોટી ગામ પહોંચ્યા હતા, લંગર માટેના ટેન્ટ, વાહનો પૂરમાં તણાયા
– હિમાચલમાં પૂર, ભૂસ્ખલનથી ભારે તારાજી, 400 માર્ગ બંધ, સેંકડો મકાનો-વાહનોને નુકસાન
જમ્મુ : ચોમાસાની ઋતુ હિમાલયના પર્વતોમાં કુદરતી આપત્તીઓની વણઝાર લઈને આવે છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા સર્જાયેલા વિનાશ પછી બચાવ અભિયાન હજુ ચાલુ છે ત્યાં હવે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચિશોટી ગામમાં વાદળ ફાટતાં આવેલા પૂરથી ૪૪ લોકોનાં મોત થયા છે. ૨૨૦થી વધુ લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે જ્યારે ૧૭૦ લોકોને બચાવાયા છે.










