gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘નંદ ઘેર આનંદ ભયો…’ : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે | krishna janmash…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
‘નંદ ઘેર આનંદ ભયો…’ : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે | krishna janmash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Janmashtami 2025: શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠશે.

કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.’ 

જન્માષ્ટમી : ડાકોરમાં ઉજવણી

સવારે 6:30ના નીજ મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા ડાકોર આરતી. બપોરે 1 વાગ્યે દર્શન બંધ, સાંજે 4:45ના નીજ મંદિર ફરી ખુલશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન આરતી. રાત્રિના 12 વાગ્યે જન્મોત્સવ અને પંચામૃત સ્નાન થશે. 17 ઓગસ્ટના સવારે 8 વાગ્યે નીજ મંદિર ખુલશે, 8:15ના મંગળાઆરતી ત્યારબાદ નંદ મહોત્સવ. 16 થી 18 ઓગસ્ટ બહારના રાજભોગ બંધ રહેશે.

સોમનાથ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા

શુક્રવારે સ્વતંત્રતા દિવસ, શનિવારે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ત્રણ દિવસની રજા હોવાથી સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. સોમનાથ, દ્વારકામાં નાની ધર્મશાળાથી માંડીને મોટી હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા છે.

દ્વારકા, ડાકોર, શામળાજીમાં દર્શનના સમય

દ્વારકા : સવારે 6 વાગ્યે મંગળા આરતી, સવારે 6 થી 8 મંગળા દર્શન, 8 થી 9 ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક, સવારે 9 વાગ્યે શણગાર, 9:30 વાગ્યે શણગાર દર્શન, 10:30 વાગ્યે ઠાકોરજીની શ્રુંગાર આરતી, બપોરના 12 વાગ્યે પ્રભુને રાજભોગ ધરાવાશે. બપોરના 1 થી 5 મંદિર બંધ. વાગ્યે ઉત્થાપન દર્શન, સાંજે 7 વાગ્યે સંધ્યા દર્શન, 7:30 વાગ્યે સંધ્યા આરતી, સાંજે 8:30 વાગ્યે શયન આરતી, રાત્રિના 9 વાગ્યે પ્રભુને શયન, રાતે 10 વાગ્યે પ્રભુને ભક્તિ ભાવે જગાડી બંધ પડદે મંગલા આરતી તેમજ જન્મ સ્નાનની પૂજા બરાબર રાતે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી.

શામળાજી : સવારે 6 વાગ્યે મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા આરતી, સવારે 9:15ના શણગાર આરતી, સવારે 11:30ના રાજભોગ ધરાવાશે-મંદિર બંધ, બપોરે 12:15ના રાજભોગ આરતી-મંદિર બંધ, બપોરે 2:15ના મંદિર ખુલશે, સાંજે 7ના સંધ્યા આરતી, રાત્રે 12ના જન્મોત્સવ, રાત્રે 12:45ના શયન આરતી. મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મ, ગોવર્ધન પર્વત, નાગ દમનની ઝાંખીના દર્શન તેમજ ડાયરાનું પણ આયોજન.

જન્માષ્ટમી પર દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ

કૃષ્ણ જન્મ વખતે દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે વિધિવત્ રીતે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે. ભગવાનના ગર્ભગૃહને દેશ-વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે. થાઇલેન્ડથી પાંચ અલગ-અલગ કલરના ઓર્ચિડ ફૂલ 3 વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફૂલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેઝી થઈને 900 કિલો ફૂલોનો ઉપયોગ કરાશે. આ ફૂલ દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મોર, શંખ, કમળ, ધનુષ વગેરે તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ વાનગી ધરાવાશે.જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના 10 હજાર લોકોના ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે.

અમદાવાદના કયા મંદિરમાં શું આયોજનો?

હરેકૃષ્ણ મંદિર-ભાડજ : સવારે 9ના મહાઅભિષેક, બપોરે 12ના રાજભોગ આરતી-ભગવાનને 108 ભોગ અર્પણના દર્શન, સાંજે 7:30ના સ્વર્ણ રથયાત્રા-મહાઅભિષેક, મધરાત 12ના જન્મક્ષણની મહાઆરતી-સંકીર્તન.

ઈસ્કોન મંદિર : સવારે 4:30ના મંગળા આરતી, ભગવાનનો વૃંદાવનથી આવેલા વસ્ત્રોથી શ્રુંગાર, ગર્ભગૃહનો 400 કિલોથી વધુ ફૂલોથી શણગાર, રાત્રે 11:30ના મહાઅભિષેક, રાત્રે 12:30ના મહાઆરતી. 

જગન્નાથ મંદિર : સમગ્ર દિવસ ભજન, વિશિષ્ટ આરતી, રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ.

નરોડા મહાપ્રભુજી બેઠક : શનિવારે રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ. રવિવારે સવારે 11 થી 1 નંદમહોત્સવ, પલના તિલક આરતી.

બાપુનગર દ્વારકેશધામ હવેલી: રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન સાથે જન્મોત્સવ, રવિવારે સવારે 9:30ના નંદ મહોત્સવ.

કલ્યાણપુષ્ટિ હવેલી – વસ્ત્રાપુર : સવારે 6:30ના પંચામૃત સ્નાન, સવારે 11ના શ્રુંગાર દર્શન, બપોરે 12:30થી 1:30ના રાજભોગ દર્શન, સાંજે 7થી 7:30ના ઉત્થાપન દર્શન, રાત્રે 8 થી 8:30ના સંધ્યા આરતી, રાત્રે 9 થી 10ના શયન દર્શન, રાત્રે 10:15થી 11ના જાગરણ દર્શન, રાત્રે 12ના જન્મદર્શન.

'નંદ ઘેર આનંદ ભયો...' : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …
GUJARAT

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

September 27, 2025
સાયબર ક્રાઈમમાં ગુમાવેલ રૂ.1.35 કરોડની રકમ ભોગ બનનારાઓને પરત મળી | Rs 1 35 crore lost in cybercrime …
GUJARAT

સાયબર ક્રાઈમમાં ગુમાવેલ રૂ.1.35 કરોડની રકમ ભોગ બનનારાઓને પરત મળી | Rs 1 35 crore lost in cybercrime …

September 27, 2025
આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…
GUJARAT

આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…

September 27, 2025
Next Post
આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha...

ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય…

ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય...

આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, 7 દિવસ માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદી એલર્ટ | IMD rain Forecasts …

આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, 7 દિવસ માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદી એલર્ટ | IMD rain Forecasts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્…

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્…

4 months ago
રૂ. 250 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને 11 કરોડની રોકડ મળી | Suspicious financial transactions w…

રૂ. 250 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને 11 કરોડની રોકડ મળી | Suspicious financial transactions w…

1 week ago
બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …

બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …

1 month ago
IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors …

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો | Number of retail investors …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News