Image Source: Freepik
તુલસીવાડી પાણીની ટાંકી સામે જલારામ નગરમાં રહેતા મુકેશભાઈ વિક્રમભાઈ ઓડ કંસ્ટ્રકશનનો ધંધો કરે છે છ મહિનાથી બાપોદ તળાવની પાછળ ગાયત્રી મંદિર પાસે આવેલ ગુરુકુળ હોસ્ટેલમાં તેમનું કામ ચાલી રહ્યું છે. ગત 26 તારીખે બપોરે દોઢ થી સવા બે વાગ્યાના સમય દરમિયાન ચોર ટોળકી હોસ્ટેલના પાર્કિંગમાં મુકેલો કન્સ્ટ્રક્શનનો સામાન જેમાં પતરા, કટર મશીન, ગ્રાઇન્ડર મશીન ,બ્રેકર મશીન, સેન્ટીંગની પ્લેટો મળી કુલ 20,700નો સામાન ચોરી ગઈ હતી. બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.